મમતા બેનર્જીએ PM મોદીને મળીને બાકી નિકળતા 1 લાખ કરોડના ફંડનો મુદ્દો ઉઠાવ્યો

PC: ndtv.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. CM મમતા અને PM મોદી વચ્ચે આ ઉચ્ચ સ્તરીય બેઠક PM હાઉસમાં થઈ હતી. બંગાળના CM મમતા બેનરજી હાલમાં ચાર દિવસની દિલ્હીની મુલાકાતે આવ્યા છે. બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં રૂ. 1,00,968 કરોડ) ના બાકી ભંડોળનો મુદ્દો ઉઠાવ્યો હતો.  મમતા બેનરજી GST અને અન્ય યોજનાના બાકી નિકળતા ફંડ વિશે PM મોદી સાથે ચર્ચા કરી હતી.

મમતા બેનરજી શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પણ મળ્યા હતા. મમતા બેનરજી 7 ઓગસ્ટે નીતિ આયોગની બેઠકમાં પણ હાજરી આપવાના છે. તે વિપક્ષના નેતાઓને પણ મળી શકે છે.

PM મોદીની મુલાકાતપહેલા મમતા બેનરજીએ ગુરુવારે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદો સાથે પણ બેઠક કરી હતી. જેમાં સંસદના વર્તમાન સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હતી.

મમતા બેનરજીએ PM મોદીને પશ્ચિમ બંગાળના બાકી નિકળતી રકમનું લિસ્ટ આપ્યું હતું. જેમાં મનરેગા યોજનામાં 6516 કરોડ , સમગ્ર શિક્ષા મિશનના 15864 કરોડ, ફુડ સબસિડીના 1263 કરોડ,AMPHEN વાવાઝોડાની રાહતના 32,000 કરોડ સહિત કુલ1,00,968 કરોડની માગં કરી હતી.

મમતા અને PM મોદીની મુલાકાત પહેલા BJP નેતા દિલીપ ઘોષના નિવેદને હલચલ મચાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે  મમતા બેનરજી એ બતાવવા પ્રધાનમંત્રી સાથે મિટીંગ કરી રહી છે કે સેટીંગ થઇ ગયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. મમતાના ઝાંસામાં ફસાવવું ન જોઇએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ગુરુવારે બપોરે નવી દિલ્હીની મુલાકાતે કોલકાતાથી રવાના થયા હતા. થોડા કલાકો પછી CM દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રવાસ ચાર દિવસ સુધી ચાલશે. આ દરમિયાન તેએ ઘણા વરિષ્ઠ વિપક્ષી નેતાઓને મળવાના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પહોંચીને મમતા પાર્ટીના સાંસદોને મળ્યા અને સંસદ સત્રની સંપૂર્ણ માહિતી લીધી. તેમણે 2024ની સામાન્ય ચૂંટણીના રોડમેપ પર પણ ચર્ચા કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળના સાત નવા જિલ્લાઓના નામ પર સાંસદો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.મમતા બેનરજી સોમવારે કોલકાત્તા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp