CM ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવારનો ખર્ચો, મુંબઈ જવાનો ખર્ચો બધુ પોતે આપશે

PC: indiatvnews.com

જીવનમાં કંઇ જ કાયમી હોતું નથી, તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે જ છે એટલે સુખ, સમૃદ્ધિ કે સત્તા મળે તો છકી ના જતા. આ વાક્યને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે કેમ કે, તેમના દીકરાને સારવાર માટે એર એમ્બ્યુલન્સ વડે અમદાવાદ-મુંબઈ લઈ જવાનું 3 લાખ રૂપિયા સુધીનું બિલ પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરીને CMએ કોમન મેનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બધુ ઓછું હોય તેમ દીકરાને મળવા માટે પણ સરકારી એરક્રાફ્ટના બદલે 4-5 ટ્રીપ ડોમેસ્ટિક ફલાઇટમાં લગભગ 65,000 રૂપિયા ખર્ચ કરીને કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને 7 મે 2023ના રોજ રવિવારે અમદાવાદની કે.ડી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને વધુ સારવાર માટે 1 મેના રોજ એર એમ્બ્યુલન્સ વડે મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અનુજ પટેલની મુંબઈની હિંદુજા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફ્લાઇટ 108ની મદદથી બુક કરાવી હતી.

દીકરો બીમાર હોય તો તેની સારવાર માટે એક પિતા શું ન કરે. દીકરાને બચાવવા પોતાના અંતિમ શ્વાસ સુધી પિતા તમામ પરિસ્થિતિઓ સામે લડી લે. બસ એવી જ રીતે મુખ્યમંત્રીએ 1 મેના રોજ સરકારી એર એમ્બ્યુલન્સ મા અને દીકરાની વધુ સારવાર માટે મુંબઇની એક હૉસ્પિટલમાં લઇ ગયા. જો કે સરકારી એમ્બ્યુલન્સનું ભાડું CM પાસે કોઈ માગે તેમ ન હતું, પરંતુ એક ઈમાનદાર અને સજ્જન સામાન્ય માણસની જેમ તેમને સરકારમાં એર એમ્બ્યુલન્સનું ભાડું ભરીને એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારી નોકરી કે નેતા બન્યા એટલે બધી સરકારી સંપત્તિ આપણી જ છે તેમ માનીને તેનો દુરુપયોગ કરનારા માટે મુખ્યમંત્રીનું આ કાર્ય બોધ રૂપ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારે ફરી દીકરાના ખબર અંતર પૂછવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટ વડે સવારે જ મુંબઇ રવાના થયા હતા. જો કે રાજ્યના ઉદ્યોગપતિઓ પાસે ઘણા ચાર્ટડ પ્લેન છે. તેમની પાસે તેઓ માગે તો એક પણ ઉદ્યોગપતિ તેમને ના પાડે નહીં, પરંતુ તેમણે કોઈની પાસે મદદ ન માગી. અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હોય છે. જેની સરકારી ચોપડે નોંધ પણ કરાતી હોય છે. પરંતુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારથી મુખ્યમંત્રીના હોદા પર બિરાજ્યા છે ત્યારથી અત્યાર સુધી તેમના પરિવારે સરકારી એરક્રાફટનો એક પણ વખત ઉપયોગ કર્યો નથી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાલમાં કંઇક નવા જ લૂકમાં જોવા મળ્યા હતા. મૃદુ સ્વભાવના અને મક્કમ નિર્ણય લેનારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરતા કંઇક અલગ અંદાજ ભુપેન્દ્ર પટેલ એટલે દાદાનો જોવા મળ્યા હતા. લિલન શર્ટ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇનશર્ટ કર્યા વિના નવા લૂકમાં જોવા મળ્યા હતા. પોતાના નવા લૂક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp