શું છીનવાઇ જશે AAPની સૌથી મોટી તાકત? દારૂ કૌભાંડમાં કંઇ રીતે ઘેરાયા કેજરીવાલ

PC: hindustantimes.com

દિલ્હીમાં થયેલા કથિત દારૂ કૌભાંડના કારણે આમ આદમી પાર્ટી (AAP)ની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. પાર્ટીના બીજા સૌથી મોટા નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપી બનાવવાથી મજાક થઇ તો હવે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં આવી ગયું છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતા અને મંત્રી ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાઇ ચૂક્યા છે, પરંતુ આ પહેલી વખત છે જ્યારે કોઇ કેસમાં પોતે કેજરીવાલનું નામ સીધી રીતે લેવામાં આવ્યું છે.

પોતાને કટ્ટર ઇમાનદાર કહેનારી પાર્ટી માટે સૌથી મોટું સંકટ માનવામાં આવે છે. રાજનૈતિક જાણકાર તેને આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકત પર ઘા માની રહ્યા છે. દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી EDએ કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. EDએ તેમાં ઘણા સનસનીખેજ દાવા કર્યા છે. એજન્સીનું કહેવું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની દારૂ કૌભાંડના આરોપીઓ સાથે મિલીભગત હતી. આરોપ છે કે, કેજરીવાલે દારૂ કંપનીના માલિક અને આરોપીઓમાંથી એક સમીર મહેન્દ્રુ સાથે વાતચીત કરી હતી અને વિજય નાયરને પોતાનો માણસ કહેતા તેના પર ભરોસો કરવા કહ્યું હતું. પાર્ટી સાથે જોડાયેલો વિજય નાયર પણ કૌભાંડમાં આરોપી છે.

EDએ આરોપીને પૂછપરછના આધાર પર કહ્યું છે કે નાયરે ફેસટાઇમ એપ દ્વારા કેજરીવાલની વાત સમીર મહેન્દ્રુ સાથે કરાવી હતી. EDએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના સહયોગી વિજય નાયરે AAP નેતાઓ તરફથી 100 કરોડ રૂપિયા લાંચ સ્વીકારી. AAP પદાધિકારીઓ, મંત્રીઓ અને તેમના સહયોગીઓએ આ રૂપિયાઓના ઉપયોગ કર્યો. તપાસ એજન્સીએ દાવો કર્યો કે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો. ED મુજબ, મનીષ સિસોદિયાના સેક્રેટરી રહેલા સી. અરવિંદે જણાવ્યું કે, ખાનગી કંપનીઓને હોલસેલના બિઝનેસ આપવા કે 12 ટકા પ્રોફિટ માર્જિનને લઇને મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઇ નહોતી.

તેમને માર્ચ 2021માં ડ્રાફ્ટ JOM રિપોર્ટ આપવામાં આવ્યો, જ્યારે તેમને સિસોદિયાએ કેજરીવાલના આવાસ પર બોલાવવામાં આવ્યા, જ્યાં સત્યેન્દ્ર જૈન પણ ઉપસ્થિત હતા. દારૂ કૌભાંડને લઇને પહેલાથી સવાલોનો સામનો કરી રહેલી AAPને EDની ચાર્જશીટ બાદ નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લગભગ એક દશક અગાઉ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી બનેલી પાર્ટીએ ઇમાનદારીની છબીના સહારે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી તો ગુજરાતથી ગોવા સુધી ઘણા રાજ્યોમાં પણ એન્ટ્રી મારી છે.

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરવા માટે શરત પૂરી કરી ચૂકેલી પાર્ટી આખા દેશમાં વિસ્તાર પર કામ કરી રહી છે. જો કે, પોતે કેજરીવાલનું નામ કૌભાંડમાં આવ્યા બાદ પાર્ટીની આશાઓને ઝટકો લાગી શકે છે. રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, પોતાને કટ્ટર ઇમાનદાર પાર્ટી કહેનારી ‘AAP’ની સૌથી મોટી તાકતને નુકસાન પહોંચી છે. પાર્ટીએ આ પૂંજીના સહારે સફળતાના નવા અધ્યાય બનાવ્યા છે. જનતાની નજરોમાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પાર્ટી નેતાઓને ખૂબ મહેનત કરવી પડશે. જેની શરૂઆત પોતે અરવિંદ કેજરીવાલે કરી અને કહ્યું કે, EDના આરોપ કાલ્પનિક છે. આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ વૈકલ્પિક રાજનીતિનો દાવો કરનારા કેજરીવાલ પર આક્રમક પ્રહાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp