JPCની માંગ છોડીએ તો BJP રાહુલના માફી મુદ્દાને છોડી દેશે,કોંગ્રેસનો સરકાર પર આરોપ

PC: hindustantimes.com

સંસદના ગતિરોધ વચ્ચે કોંગ્રેસે કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ સુત્રોએ દાવો કર્યો છે કે, સરકાર તરફથી ઓફર આપવામાં આવી છે કે, જો પાર્ટી JPCની માંગ છોડી દે તો BJP રાહુલ ગાંધીની માફીની માંગ નહીં કરશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આ તરફ જ ઈશારો કરતા એક ટ્વીટ કર્યું છે, જેમા તેમણે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું છે. જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યું, PM સાથે સંકળાયેલા અદાણી ઘોટાળામાં વિપક્ષની JPCની માંગને BJP દ્વારા સંપૂર્ણરીતે આધારહીન આરોપોના આધાર પર રાહુલ ગાંધીની માફીની માંગ સાથે કઈ રીતે જોડી શકાય છે.

જયરામ રમેશે આગળ લખ્યું, JPC ની માંગ વાસ્તવિક અને દસ્તાવેજોના આધાર પર સામે આવેલા ઘોટાળા માટે છે. માફીની માંગ અદાણી મામલા પરથી ધ્યાન ભટકાવવા માટે છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, JPCની માંગ છોડવાનો સવાલ જ નથી ઉઠતો.

જણાવી દઈએ કે, કોંગ્રેસ અદાણી મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (Joint Parliamentary Committee) (JPC) બનાવવાની માંગ કરી રહ્યું છે. જ્યારે BJP એ માંગ પર અડ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધી લંડન પ્રવાસ દરમિયાન પોતાના કેટલાક નિવેદનો માટે માફી માંગે.

કોંગ્રેસ અને BJP ના આ રાજકીય ઘમાસાનને કારણે સંસદના બજેટ સત્રનું બીજું ચરણ બાધિત થઈ રહ્યું છે. બીજું ચરણ 13 માર્ચથી શરૂ થયુ હતું પરંતુ, હંગામાને પગલે ત્યારથી સદનની કાર્યવાહી નથી ચાલી શકી. આ સત્ર છ એપ્રિલ સુધી ચાલવાનું છે અને તે પહેલા 23 માર્ચે સામાન્ય બજેટ પાસ કરવામાં આવવાનું છે.

થોડાં દિવસ પહેલા PTI સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, અદાણી મુદ્દાની સંયુક્ત સંસદીય તપાસની માંગ માટે 16 વિપક્ષી દળોના એકસાથે આવવાથી સરકાર ગભરાઈ ગઈ છે અને તેનાથી બચવા માટે વિવિધ પ્રકારના પેંતરા કરી રહી છે. જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, બ્રિટનમાં પોતાની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા સમાપ્ત કરવાના BJP સાંસદ નિશિકાંત દુબેના નિવેદન પર પણ નિશાનો સાધ્યો અને કહ્યું કે, આ બધુ ડરાવવા-ધમકાવવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસનો હિસ્સો છે. સંચાર પ્રભારી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશની આ ટિપ્પણી રાહુલ ગાંધીની હાલની બ્રિટન યાત્રા દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીને લઈને સંસદમાં ગતિરોધની વચ્ચે આવી હતી, ગતિરોધને પગલે બંને સદન બજેટ સત્રની બીજી છમાસિક પહેલા પાંચ દિવસ ઠપ્પ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp