કોંગ્રેસે હિમાચલ-ગુજરાતની ચૂંટણીમાં કર્યો 130 કરોડનો ખર્ચ, જાણો BJPનો ખર્ચ

કોંગ્રેસે 2022ના અંતમાં યોજાયેલી ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 130 કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ કર્યા હતા. કોંગ્રેસ તરફથી નિર્વાચન આયોગ સમક્ષ દાખલ અરજી ખર્ચ સંબંધી રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમજ, BJPએ ચૂંટણી આયોગને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, તેણે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 49 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. BJPએ ગુજરાત ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો તે અંગે રિપોર્ટ નથી મળી શક્યો કારણ કે, નિર્વાચન આયોગે ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે સંકળાયેલો BJPનો ખર્ચ રિપોર્ટ હાલ સાર્વજનિક નથી કર્યો.
ઉલ્લેખનીય છે કે, BJPએ ગુજરાતમાં મોટી જીત મેળવી પોતાની સત્તા જાળવી રાખી તો બીજી તરફ, કોંગ્રેસે હિમાચલ પ્રદેશની સત્તામાં કમબેક કર્યું. હાલ, બંને પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી વ્યય રિપોર્ટ અનુસાર, આ રકમનો ઉપયોગ ઘણી હદ સુધી ઉમેદવારોને ચૂંટણી સંબંધમાં ધન પૂરું પાડવા, જાહેરાત તેમજ પ્રચારની સાથે સ્ટાર પ્રચારકોની યાત્રા પર કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં 27.02 કરોડ રૂપિયા અને ગુજરાતમાં 103.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો પર 14.80 કરોડ રૂપિયા, જાહેરાત તેમજ પ્રચાર પર 2.74 કરોડ રૂપિયા, સ્ટાર પ્રચારકોની યાત્રા પર 5.28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. સ્ટાર પ્રચારકોના યાત્રા ખર્ચમાં ટોચના નેતાઓના વિશેષ વિમાનના ભાડા પણ સામેલ છે. ગુજરાતમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો માટે 45.34 કરોડ રૂપિયા, જાહેરાત (પોસ્ટર તેમજ બેનર) પર 18.08 કરોડ રૂપિયા, જાહેરાત પર 11.27 કરોડ રૂપિયા અને પોતાના સ્ટાર પ્રચારકોના યાત્રા ભાડા પર 9.88 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
BJPએ હિમાચલ પ્રદેશમાં પોતાનો ખર્ચ 49.69 કરોડ રૂપિયા બતાવ્યો છે. તેણે પોતાના સ્ટાર પ્રચારકોની યાત્રા પર 15.19 કરોડ રૂપિયા, પ્રચાર (પોસ્ટર તેમજ બેનર) પર 8.5 કરોડ રૂપિયા અને ઉમેદવારો પર 18.57 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે સ્ટાર પ્રચારક રાજીવ શુક્લા, આનંદ શર્મા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રી બનેલા સુખવિંદર સિંહ સુક્ખૂની યાત્રા પર 5.28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેમજ, 8 ડિસેમ્બરે જાહેર ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે 40 સીટો જીતી જ્યારે BJPએ 25 સીટોથી સંતોષ કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp