નેતાએ અતીકને શહીદ ગણાવી ભારત રત્ન આપવા કહેતા કોંગ્રેસે ટિકિટ કાપી સસ્પેન્ડ કર્યો

PC: hindustan.com

માફીયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની હત્યાની હજુ તો સ્યાહી સુકાઇ નથી ત્યાં કોંગ્રેસના એક કાઉન્સીલર ઉમેદવારે વિવાદ ઉભો કરી દીધો છે. કોંગ્રેસ નેતાએ અતીકને શહીદ બતાવી દીધો હતો અને સાથે ભારત રત્ન આપવાની પણ માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા કોંગ્રેસ પાર્ટીએ કાઉન્સીલર ઉમેદવાર સામે સખત પગલા લીધા છે.

કોંગ્રેસના કાફન્સીલર ઉમેદવાર રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જૂએ મોટો વિવાધ ઉભો કર્યો છે. રાજકુમાર સિંહે અતીક અહમદને ભારત રત્ન આપવાની માગ કરતા કહ્યું હતું કે, અતીક શહીદ થયો છે. સોશિયલ મીડિયા પર રજ્જૂનું નિવેદન વાયરલ થતા કોંગ્રેસ પાર્ટીએ તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાએ દેશભરમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના બાદથી દરેક લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. હવે કોંગ્રેસ નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે માફિયા અતીક અહેમદને ભારત રત્નની માંગ કરતા જોવા મળી રહ્યા છે. આ નિવેદનથી તેમણે માત્ર તેમની મુશ્કેલીઓ જ નથી વધારી પરંતુ પાર્ટીને પણ મુશ્કેલીમાં મુકી દીધી છે.

રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયાને પ્રયાગરાજથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 43 દક્ષિણ મલાકામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમનું એક વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે શહીદ ગણાવતા અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ પણ કરી છે. આ સાથે યોગી સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

હવે પાર્ટીએ તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે અને તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ મિશ્રા અંશુમને કહ્યું કે રજ્જુને રોક્યા બાદ અને માફિયા અતીક સંબંધિત નિવેદન આપવાનો ઈન્કાર કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાજકુમાર સિંહનું આ નિવેદન તેમનું અંગત નિવેદન છે અને તેને પાર્ટી સાથે કોઇ લેવા-દેવા નથી.

ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેલા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની 15 એપ્રિલે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ મેડિકલ તપાસ માટે લાવી હતી ત્યારે મીડિયા અને પોલીસની હાજરીમાં 3 હત્યારાઓએ ગોળી ધરબી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp