BJPવાળા PM મોદીને ભગવાન કહે છે, એ તાનાશાહી સિવાય કંઇ નથી: મલ્લિકાર્જૂન ખડગે

PC: khabarchhe.com

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ કારણે બધી રાજનીતિક પાર્ટીઓ પોતાની તૈયારીઓને ધાર આપવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં ભાજપ આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોતાની સત્તા યથાવત રાખવા માગે છે તો કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન મજબૂત કરવા લાગી છે. આ કારણે હાલમાં જ અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કર્ણાટકની મુલાકાત લીધી હતી. હવે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પહોંચ્યા છે.

કર્ણાટકના ચિત્રદુર્ગમાં રવિવારે (8 જાન્યુઆરીના રોજ) કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. કેન્દ્ર પર સરકારી પદોને ખાલી રાખવાનો આરોપ લગાવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, 30 લાખ સરકારી પદ ખાલી છે, મોદીજી ભરી રહ્યા નથી, કેમ? આપણે પૂછવું જોઇએ. 15 લાખ નોકરીઓ SC/ST માટે અનામત છે, જો ગરીબોને તેનો લાભ મળે છે તો તેમને (કેન્દ્રઅને) બહાર કરી દેવામાં આવશે. એટલે તેઓ ખાલી પદો ભરી રહ્યા નથી.

ચિત્રદુર્ગમાં એક્યથા સમાવેશ કાર્યક્રમમાં મલ્લિકાર્જૂન ખડગેએ અલગ-અલગ મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં વિભાજન ઉત્પન્ન કરવા માટે ભાજપ અને બસવરાજ બોમ્મઇના નેતૃતત્વવાળી સરકારને દોષી ઠેરવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર બુદ્ધિમાન રાજ્ય છે, જેઓ રાષ્ટ્ર નિર્માણ કરે છે. અહીં કર્ણાટકમાં શું થઇ રહ્યું છે. ભાજપ અને બોમ્મઇએ જાતિ અને ધર્મના નામ પર આપણાં રાજ્યને બરબાદ કરી દીધું છે. આવી રીતે વહેચ્યા આપણને, ભાજપે એ કર્યું.

મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના સભ્ય મોદીને ભગવાન કહે છે અને તેમને ભગવાન માને છે. એ તાનાશાહ સિવાજ બીજું કશું જ નથી. તેને દૂર રાખવાની જરૂરિયાત છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અગાઉ શુક્રવારે (6 જાન્યુઆરીના રોજ) રામ મંદિરના ઉદ્દઘાટનની તારીખ જાહેરાત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર સવાલ ઉઠાવ્યો હતો. હરિયાણાના પાનીપતમાં એક રેલીમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, શું તમે રામ મંદિરના પૂજારી છો, શું તમે રામ મંદિરના મહંત છો?

મહંતો, સાધુઓ અને સંતોને તેની બાબતે વાત કરવી જોઇએ. તમે કોણ છો મંદિરના ઉદ્દઘાટનની વાતો કરનારા? તમે એક રાજનીતિજ્ઞ છો. તમારું કામ દેશને સુરક્ષિત રાખવાનું, કાયદો બનાવી રાખવાનું અને લોકો માટે ભોજન સુનિશ્ચિત કરવાનું અને ખેડૂતોને જરૂરી મૂલ્ય પ્રદાન કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર 1 જાન્યુઆરી 2024ના રોજ તૈયાર થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp