દેશની ચૂંટણી જીતવા ઇઝરાયલની મદદ લે છે PM મોદી, તપાસ કરાવવામાં આવે: કોંગ્રેસ

PC: indianexpress.com

કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે, ભારતની ચૂંટણીમાં દખલઅંદાજી કરવા માટે એક ઇઝરાયલી કંપનીનો ઉપયોગ કરવાના મામલે તપાસ કરાવવામાં આવે અને તેના પર સરકાર પોતાનું મૌન તોડે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનેતે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ઇઝરાયલી એકાઇ ‘ટીમ જોર્જ’ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે દેશના મતદાતાઓને પ્રભાવિત કરવા માટે દૂષ્પ્રચાર અને નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારતના નાગરિકોના ડેટા સાથે પણ ડીલ થઇ રહી છે. પવન ખેડાએ દાવો કર્યો કે, ‘ભારતના લોકતંત્રને ભારતની સત્તાધારી પાર્ટી દ્વારા હાઇજેક કરવામાં આવી રહ્યું છે. દેશના લોકતંત્રને પ્રભાવિત કરવા માટે ઇઝરાયલની એજન્સીની મદદ લેવામાં આવી રહી છે. તે ભારતમાં બેસીને બીજા દેશો સાથે મળીને ભારતના લોકતંત્ર વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. સુપ્રિયા સુનેતે સવાલ કર્યો કે, ઇઝરાયલી કંપની 30 ચૂંટણીઓમાં હેરાફેરી કરે છે, તેમાં ભારત પણ સામેલ છે, પરંતુ મોદી સરકાર મૌન છે?

પેગાસસ પર મોદી સરકાર કેમ કંઇ ન બોલી? જે નકલી સમાચાર ફેલાવામાં આવે છે, તેમાં ભાજપનો IT સેલ અને તેના તથાકથિત પાર્ટનરનો કેટલો હાથ છે? સરકારે આ અંગે પોતાનું મૌન તોડવું જોઇએ. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ગત દિવાસોમ ભારત જોડો યાત્રા દરમિયા ભાજપના IT સેલે જુઠ્ઠાણું ફેલાવ્યું કે, પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારી છોકરી રાહુલ ગાંધીને મળી. આ પ્રકારે રાહુલ ગાંધીનું એક નિવેદન ખોટી રીતે ઉદયપુર હત્યાકાંડ સાથે જોડીને ચલાવવામાં આવ્યું.

કોંગ્રેસ પ્રવક્તાઓએ આરોપ લગાવ્યો કે, નાગાલેન્ડના વિકાસ પર ભાજપના ઊંચા દાવા જમીની હકીકતથી એકદમ અલગ છે અને તે પૂર્વોત્તર રાજ્ય અત્યારે પણ વ્યાપક બેરોજગારી સિવાય સારા રસ્તા, વીજળી અને પાણીના પુરવઠાની કમીથી ઝઝૂમવું પડી રહ્યું છે. તેમણે બુધવારે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું કે, રાજ્યના બે મોટા શહેર દીમાપુર અને કોહિમા અત્યારે પણ અનિયમિત વીજળી, જળ પુરવઠો અને ખરાબ રસ્તાથી ઝઝૂમી રહ્યા છે જ્યારે રાજ્યના બાકી શહેરોની સ્થિતિ હજુ વધારે ખરાબ છે અને યુવાઓ પાસે રોજગાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp