પંજાબના પૂર્વ CM અમરિંદર સિંહના પત્નીને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, આ કારણ આપ્યું

PC: zeenews.india.com

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની અને પટિયાલાથી સાંસદ પરનીત કૌરને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે. પરનીત કૌરને કોંગ્રેસ કમિટીએ ત્રણ દિવસનો સમય આપ્યો છે જેથી, તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે. કોંગ્રેસે આ કાર્યવાહી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રધાન અમરિંદર સિંહ રાજા વડિંગની ફરિયાદ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલા જ કેપ્ટનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી.

કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર પટિયાલાથી હાલ સાંસદ છે. ભલે કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડી BJP સાથે હાથ મિલાવ્યા હોય, પરંતુ પરનીત કૌરે ક્યારેય તેના પર પ્રતિક્રિયા નથી આપી. હવે PPCCના પ્રધાન રાજા વડિંગે કોંગ્રેસને પરનીત કૌરની પાર્ટી વિરોધી ગતિવિધીઓની ફરિયાદ મોકલી છે. જેના પર કાર્યવાહી કરતા પરનીત કૌરને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે અને ત્રણ દિવસનો સમય જવાબ આપવા માટે આપ્યો છે.

રાજા વડિંગે સાંસદ પરનીત કૌર પર એન્ટી પાર્ટી ગતિવિધીઓ અને BJPની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક સીનિયર કોંગ્રેસી નેતાઓએ પણ પોતાના આ વ્યૂ કોંગ્રેસ હાઈકમાનની સામે રજૂ કર્યા. ત્યારબાદ ફરિયાદ અનુશાસનાત્મક કમિટીને મોકલવામાં આવી. તપાસ બાદ કમિટીએ પરનીત કૌરને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જાહેર કરી દીધો છે. ગુરુવારે કેપ્ટન અમરિંદર સિંહ હરિયાણા CMને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા કેપ્ટનને તેમની પત્ની પરનીત કૌર વિશે પૂછવામાં આવ્યું, જેના પર કેપ્ટને કહ્યું હતું કે, તેઓ BJPમાં છે અને તેમની પત્ની કોંગ્રેસ હોય, તેનાથી શું ફરક પડે છે.

છેલ્લાં કેટલાક દિવસોથી કેપ્ટન અમરિંદર સિંહના મહારાષ્ટ્રના ગવર્નર બનવાની અટકળો ચાલી રહી છે. જેના પર ગુરુવારે અમરિંદર સિંહે કહ્યું કે, આ આખી જાણકારી કાલ્પનિક છે. મારી સાથે કોઈએ કોન્ટેક્ટ નથી કર્યો. હું આ અંગે કંઈ જાણતો પણ નથી. હું પહેલા જ PMને કહી ચુક્યો છું કે, જ્યાં તેઓ ઈચ્છે છે ત્યાં હું રહીશ. કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર ચારવાર સાંસદ ચૂંટાયા છે. વડાપ્રધાન મનમોહન સિંહ મંત્રિમંડળમાં તેઓ મિનિસ્ટર ઓફ સ્ટેટ એક્સટર્નલ અફેર પણ રહ્યા. 1999માં તેમણે પોતાની પહેલી ચૂંટણી પટિયાલાથી લડી અને જીત મેળવી. સતત ત્રણવાર તેઓ સાંસદ ચૂંટાયા અને 2014માં તેઓ આપ નેતા ધર્મવીર ગાંધીથી હારી ગયા હતા પરંતુ, 2019માં તેમણે ફરી એકવાર જીત નોંધાવી અને સંસદમાં પહોંચ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp