26th January selfie contest

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીયમંત્રીના પુત્ર ભાજપમાં સામેલ

PC: twitter.com/ANI

કોંગ્રેસને ગુરુવારે ફરી એક મોટો લાગ્યો છે. વરિષ્ઠ નેતા એ.કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ચૂક્યા છે. ખાસ વાત છે કે તેમણે BBCની ડોક્યૂમેન્ટરી ‘Modi: The India Question’ પર પણ આપત્તિ દર્શાવી હતી. ત્યારબાદ તેમણે વરિષ્ઠ નેતા જયરામ રમેશ સહિત ઘણા કોંગ્રેસના નેતાઓ પર નિશાનો સાધ્યો હતો.

કોણ છે અનિલ એન્ટની?

અનિલ એન્ટની કોંગ્રેસના દિગ્ગજ નેતા એ.કે. એન્ટનીના પુત્ર છે. તેમના પિતા કોંગ્રેસ સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં વર્ષ 2014ની ચૂંટણીમાં હાર બાદ મંથનની જવાબદારી તેમને જ મળી હતી અને તેમણે તૈયાર કરેલા રિપોર્ટને એ.કે. એન્ટની રિપોર્ટ કહેવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી દરમિયાન એ.કે. એન્ટનીનું નામ પર પણ ચર્ચાના સમાચાર હતા. પાર્ટીના સોશિયલ મીડિયા અને ડિજિટલ સંચાર વિભાગના રાષ્ટ્રીય સંયોજકોમાંથી એક અનિલને લઈને કહેવામાં આવે છે કે તેઓ ક્યારેય પણ મુખ્યધારાની રાજનીતિનો હિસ્સો રહ્યા નથી. સાથે જ તેમણે તિરુવનંતપૂરમના સાંસદ શશી થરૂરના પણ ખૂબ નજીક માનવામાં આવે છે.

કોંગ્રેસમાં ઘણા લોકો વિચારે છે કે તેમનો ધર્મ એક પરિવાર માટે કામ કરવાનું છે, પરંતુ મારો ધર્મ એવો નથી. મારો ધર્મ આ દેશ માટે કામ કરવાનું છે. અનિલ એન્ટોની કહ્યું કે, મારું માનવું છે કે, વડાપ્રધાનના નેતૃત્વમાં અમારી પાસે 25 વર્ષોમાં ભારતને એક વિકસિત દેશ બનવવનું વિઝન છે. સાથે જ તેમણે કહ્યું કે, વડાપ્રધાનના રાષ્ટ્ર નિર્માણના વિઝનમાં યોગદાન આપવાની મારી જવાબદારી અને કર્તવ્ય છે.

શું છે BCCIની ડૉક્યુમેન્ટ્રી વિવાદ?

BBC દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે તે વર્ષ 2002માં ગુજરાત દંગાઓના સમયે મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી રહ્યા હતા. ડોક્યૂમેન્ટ્રીમાં દેખાડવામાં આવ્યું હતું કે, એ સમયે ભીષણ દંગાઓમાં 1 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજથી હતા. દંગાઓની પુષ્ટભૂમિને સાબરમતી ટ્રેન કાંડ એટલે કે ગોધરા કાંડને દેખાડવામાં આવી હતી, જેમાં કથિત રીતે કેટલાક મુસ્લિમોએ કારસેવકોથી ભરેલા ડબ્બાને આગના હવાલે કરી દીધી હતી.

જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે ગુજરાત દંગાઓ સાથે સંબંધિત BBCની ડોક્યૂમેન્ટરીને બ્લોક કરી દીધી હતી. યુટ્યુબને કહેવામાં આવ્યું હતું કે, તે આ ડોક્યુમેન્ટ્રીને તાત્કાલિક પ્રભાવથી પોતાના પ્લેટફોર્મથી હટાવી લે. તેની સાથે જ ટ્વીટરને પણ કહેવામાં આવ્યું હતું કે તેની સાથે સંબંધિત પોસ્ટ હટાવી લે. સરકાર તરફથી તર્ક આપવામાં આવ્યો હતો કે તેના કારણે દેશની સર્વભૌમિકતા પર જોખમ હોવા સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખરાબ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp