પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ઘરપકડ, કોંગ્રેસ બોલી- આ તાનાશાહી છે, પહેલા ED..

PC: twitter.com/Pawankhera

પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં થનારા કોંગ્રેસના અઘિવેશનમાં સામેલ થવા દિલ્હીથી રાયપુર જઇ રહેલી ફ્લાઇટમાં બેસવાના હતા, પરંતુ તેમને રાયપુર જતા રોકવામાં આવ્યા અને ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામા આવ્યા છે. દિલ્હી પોલીસનો દાવો છે કે, આસામ પોલીસની ભલામણ પર દિલ્હી પોલીસે તેમણે કસ્ટડીમાં લીધા છે.

આસામ પોલીસના IGP પ્રશાંત કુમાર ભૂઇયાંએ જણાવ્યું કે, આસામના દીમાં હસાઓના હાંફલોંગમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ કેસમાં આસામ પોલીસ તેમનો રિમાન્ડ લેવા દિલ્હી રવાના થઈ છે. આસામ પોલીસે દિલ્હી પોલીસને પવન ખેડની ધરપકડની અપીલ કરી હતી. તેમણે સ્થાનિક કોર્ટની મંજૂરી લીધા બાદ આસામ લઈ જવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ હાલમાં જ વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પવન ખેડા હાલમાં જ અદાણીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે, તો નરેન્દ્ર ‘ગૌતમદાસ’ મોદીને શું પરેશાની છે? જો કે, કોંગ્રેસ નેતાએ પછી પૂછ્યું કે શું તે ગૌતમ દાસ કે દામોદરદાસ છે? આ દરમિયાન પવન ખેડા હસે છે અને તેઓ એમ કહેતા કટાક્ષ કરે છે કે ભલે નામ દામોદર દાસ છે, પરંતુ તેમના કામ ગૌતમ દાસ સમાન છે. ત્યારબાદ એક ટ્વીટમાં પવન ખેડાએ સ્પષ્ટ કર્યું કે, તેઓ વાસ્તવમાં વડાપ્રધાનના નામને લઇને ભ્રમિત હતા.

કોંગ્રેસે પહેલા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે IndiGoની ફ્લાઇટ 6E 204થી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. બધા ફ્લાઇટમાં બેસી ચૂક્યા હતા, એ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતરવા કહેવામાં આવ્યું છે. આ તાનાશાહી વલણ છે. તાનશાહે અધિવેશન અગાઉ EDના છાપા મરાવ્યા અને હવે આ પ્રકારની હરકત પર ઉતારી આવ્યા.

ઉલ્લેખનીય છે કે, કાલથી કોંગ્રેસનું અધિવેશન છત્તીસગઢની રાજધાનીમાં શરૂ થવા જઇ રહ્યું છે. પવન ખેડાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ટિપ્પણીને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ ફરી એક વખત સામસામે છે. પવન ખેડા વિરુદ્ધ ભાજપ રસ્તા પર ઉતારીને પ્રદર્શન કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ કોંગ્રેસ વિરુદ્ધ હુમલાવર બન્યા છે. પવન ખેડાના આ નિવેદન બાદ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ વર્ષ 2024માં દૂરબીનથી જોતા પણ નજરે નહીં પડે. એટલું જ નહીં ભાજપે પવન ખેડા વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp