કોંગ્રેસના નિરંજન સિંહા સહિત 250 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

PC: prabhatkhabar.com

ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રદેશ કાર્યાલયમાં નિરંજન સિંહાના નેતૃત્વમાં કોંગ્રેસ અને JMMના લગભગ 250 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. બાબાધામથી આવેલા પંડિતોએ મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરી. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે નિરંજન કુમાર સિંહાને ભગવો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા. આ દરમિયાન નિરંજન સિંહાએ કહ્યું કે, વર્ષ 2014ની ચૂંટણીમાં હું ભાજપ સાથે જ હતો. આ ભાજપ સાથે મારી બીજી ઇનિંગ છે.

તેમણે કહ્યું કે, આજે હનુમાનજીનો દિવસ છે, એવામાં આ દિવસ ખૂબ પવિત્ર અને ખાસ પણ છે. હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીથી કમળ ખિલવો જોઈએ. તો ઝારખંડની સ્થિતિ કોઇથી છૂપી નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ JMM અને કોંગ્રેસને ઉખેડી ફેકવાની છે. તો આ દરમિયાન ભાજપના સાંસદ દીપક પ્રકાશે કહ્યું કે, એટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ અને JMM પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી અગાઉ ભાજપનો હાથ પકડી રહ્યા છે. એ દર્શાવે છે કે, કાર્યકર્તાઓને પણ સમજમાં આવવા લાગ્યું છે કે આ પાર્ટીઓ ડૂબી રહી છે.

એવામાં વર્ષ 2024ની વિધાનસભાની ચૂંટણીમાં કમળનું ફૂલ ખીલવું નક્કી છે. ઝારખંડની જનતા હેમંત સરકારને ચૂંટણીમાં ઉખેડી ફેકશે. ઉલ્લેખનીય છે કે, નિરંજન કુમાર સિંહા, આ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની કાર્યશૈલી અને ભાજપની નીતિઓથી પ્રભાવિત હતા અને આ કારણે પાર્ટીમાં સામેલ થયા છે. ગત દિવસોમાં દેવઘરમાં ભાજપ કાર્યાલય ભવનના શિલાન્યાસ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી કર્મવીર સિંહ દેવઘર ગયા હતા.

આ દરમિયાન બંધ બારણે રાજ્યના આ બે ઉચ્ચ નેતાઓ સાથે એનકે સિંહની વાતચીત થઈ. આ દરમિયાન મહગામા વિધાનસભા અને ત્યાંની કુર્મી બહુધા વસ્તીના સંબંધમાં નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. ગોડ્ડાના સાંસદ ડૉ. નિશિકાંત દુબેના વિકાસ કરવાની કાર્યશૈલીથી પણ તેઓ ખૂબ પ્રભાવિત છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તે મહગામા વિધાનસભા સીટના કોંગ્રેસના કદાવર દાવેદારોમાં સામેલ હતા. કોંગ્રેસ માટે મોટી સભાઓ વગેરે તેમણે કરી, કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વને પણ બોલાવ્યું હતું, પરંતુ તેમની બનાવેલી પીચ પર કોંગ્રેસે બીજા ઉમેદવારને ટિકિટ આપી દીધી હતી. એટલી મહેનતથી કોંગ્રેસને મહગામામાં મજબૂત કર્યા બાદ પણ પાર્ટીના વલણથી તેઓ કોંગ્રેસથી દૂર જતા રહ્યા અને ત્યારથી જ તેમની ભાજપ સાથે નજીકતા વધવા લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp