સ્મૃતિ ઈરાનીના વિરોધમાં અમેઠીમાં કોંગ્રેસે લગાવ્યા પોસ્ટર, સિલિન્ડરવાળા સાંસદ...

PC: timesnownews.com

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 દિવસના પ્રવાસ પર 11 માર્ચના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અમેઠી પ્રવાસ અગાઉ જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. સ્મૃતિ ઈરાનીના અમેઠી પ્રવાસને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ સ્વાગત પોસ્ટર લગાવ્યા છે, તો વિપક્ષી પાર્ટીએ પાછા જાઓના પોસ્ટર. સ્મૃતિ ઈરાનીના અમેઠી પ્રવાસ અગાઉ જિલ્લામાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.

જિલ્લાના અલગ અલગ સાર્વજનિક સ્થળો પર વિપક્ષ કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીના પ્રવાસન વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસ તરફથી લગાવવામાં આવેલા પોસ્ટરમાં સ્મૃતિ ઈરાનીની સિલિન્ડર લઈને રોડ પર પ્રદર્શન કરતી તસવીર છાપી છે. આ પોસ્ટર્સ પર સ્લોગન પણ લખ્યા છે. કોંગ્રેસ તરફથી લગાવવામાં આવેલા પોસ્ટરમાં ‘સિલિન્ડરવાળા સાંસદ પાછા જાઓ’ સાથે જ ‘જય કોંગ્રેસ, તય કોંગ્રેસ’નો પણ નારો લખવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની 2 દિવસના પ્રવાસ પર 11 માર્ચના રોજ અમેઠી પહોંચી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીના 2 દિવસીય અમેઠી પ્રવાસ દરમિયાન પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક અને કેટલાક અન્ય આયોજનોમાં સામેલ થવાનો કાર્યક્રમ છે. રિપોર્ટ્સ મુજબ, સ્મૃતિ ઈરાની અમેઠી પ્રવાસના પહેલા દિવસે વિવિધ આયોજનોમાં સામેલ થશે. સ્મૃતિ ઈરાનીના સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહના ઘરે જવાનો પણ કાર્યક્રમ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, રાકેશ પ્રતાપ સિંહના ઘરે માંગલિક કાર્યક્રમ થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હવે રાકેશ પ્રતાપના ઘરે જઈને નવપરિણીતાને આશીર્વાદ આપશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દિવસે લગભગ 11:40 વાગ્યે અમેઠી પહોંચીને ભાજપના નેતા તેજભાન સિંહના આવાસ પર પહોંચવાનો કાર્યક્રમ હતો.સ્મૃતિ ઈરાની નેહરુ યુવા કેન્દ્ર તરફથી આયોજિત કાર્યક્રમમાં પણ સામેલ થશે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની અધિકારીઓ સાથે દિશાની બેઠકમાં સામેલ પણ થશે.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે અમેઠી પહોંચ્યા હતા. તેમણે મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા અને સ્મૃતિ ઈરાની પર નિશાનો સાધ્યો હતો. અખિલેશ યાદવે સ્મૃતિ ઈરાની પર તીખો હુમલો કરતા કહ્યું હતું કે, જે એક સમયે સિલિન્ડર લઈને ચાલતા હતા, સિલિન્ડરવાળા સાંસદ ક્યાં છે, તહેવાર આવવા પર સિલિન્ડરની કિંમત વધી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp