છત્તીસગઢમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખજાનો ખોલ્યો,10 લાખની સારવાર મફત અને..

PC: hindustantimes.com

બે દિવસ પછી છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થવાનું છે એ પહેલાં કોગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં દિલ ખોલીને વચનોની લહાણી કરી દીધી છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ કોંગ્રેસે તેનો મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં જાહેરાત કરી છે કે સત્તામાં આવ્યા બાદ ખેડૂતોની લોન ફરીથી માફ કરવામાં આવશે. આ ઉપરાંત હવે રાજ્યમાં 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે. 17.5 લાખ ગરીબ પરિવારોને મકાનો આપવા, 200 યુનિટ સુધી મફત વીજળી, જાતિની વસ્તી ગણતરી કરવા જેવી જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસે મેનિફેસ્ટોનું નામ 'મેનિફેસ્ટો ઓફ ટ્રસ્ટ' રાખ્યું છે.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જે મહત્ત્વની જાહેરાતો કરી છે તે આ મુજબ છે.

 1. પહેલાની જેમ આ વખતે પણ સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.
 2. રાજ્ય સરકાર પ્રતિ એકર 20 ક્વિન્ટલ ડાંગર ખરીદશે. અગાઉ પ્રતિ એકર 15 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવતી હતી.
 3. તમામ સરકારી શાળાઓ અને કોલેજોમાં KG થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ.
 4. હવે તેંદુના પાંદડાની એક બોરી પર રૂ. 6000 આપવામાં આવશે. આ સાથે 4,000 રૂપિયાનું વાર્ષિક બોનસ પણ આપવામાં આવે છે.
 5. ભૂમિહીનને દર વર્ષે 10,000 રૂપિયા મળશે. પહેલા 7 હજાર રૂપિયા મળતા હતા.
 6. 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે.
 7. 200 યુનિટ સુધી મફત વીજળી મળશે.
 8. ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી મળશે.
 9. 'મુખ્યમંત્રી આવાસ ન્યાય યોજના' હેઠળ 17.5 લાખ ગરીબ પરિવારોને ઘર આપવાનું વચન
 10. ગરીબ લોકોને હવે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.
 11. માર્ગ અકસ્માત અથવા કોઈપણ આકસ્મિક અકસ્માતમાં લોકોને મફત સારવાર.
 12. રાજ્યની તમામ સરકારી શાળાઓને સ્વામી આત્માનંદ અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓમાં અપગ્રેડ કરવામાં આવશે.
 13. જાતિની વસ્તી ગણતરી કરાવવાનું વચન.

આ પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ડાંગરની ખરીદી માટે 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ આપવા, 2 વર્ષમાં 1 લાખ ખાલી સરકારી જગ્યાઓ ભરવા, દરેક પરિણીત મહિલાને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવા જેવા અનેક વચનો આપવામાં આવ્યા હતા.

છત્તીસગઢ વિધાનસભાની કુલ 90 બેઠકો છે. જેમાં 10 બેઠકો અનુસૂચિત જાતિ (SC) અને 29 બેઠકો આદિવાસીઓ (ST) માટે અનામત છે. છત્તીસગઢમાં લગભગ 32 ટકા વસ્તી આદિવાસી સમાજની છે. 12 ટકા વસ્તી SC અને OBCની 47 ટકા વસ્તી છે.

છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બર અને બીજા તબક્કાનું 17 નવેમ્બરે છે. 3 ડિસેમ્બરે બંને તબક્કાનું પરિણામ જાહેર થશે.

અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 15 વર્ષ પછી ફરી છત્તીસગઢમાં સત્તા મળી હતી. કોંગ્રેસને તે વખતે 68 બેઠકો પર જીત મળી હતી.

અગાઉનીચૂંટણીમાં પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા હતા. આમાંથી ઘણા વચનો સરકાર પાંચ વર્ષમાં પૂર્ણ કરી શકી નથી. જેમાં શિક્ષકોની ભરતીથી લઈને દારૂબંધી, એક લાખ સરકારી નોકરીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા સહિતના વચનો સામેલ હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp