શું અંબાણીના પુત્રના લગ્નમાં સામેલ થયા હતા પ્રિયંકા? BJP MPના દાવા પર પલટવાર
ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં દાવો કર્યો કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અંબાણીના પુત્રના લગ્નમાં સામેલ થયા હતા. તેના પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધી અંબાણી પુત્રના લગ્નમાં સામેલ થયા નહોતા અને એ સમયે તેઓ ભારતમાં નહોતા. કોંગ્રેસે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના દાવાઓનું ખંડન કરી દીધું છે. કોંગ્રેસ નેતાઓએ નિશિકાંત દુબેના દાવાનું ખંડન કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપના સાંસદ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે, નિશિકાંત દુબેએ લોકસભામાં ખોટું બોલ્યા કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અંબાણીના લગ્નમાં સામેલ થયા હતા. તો પાર્ટી નેતા કે.સી. વેણુગોપાલે સંસદમાં આ મુદ્દાને ઉઠાવ્યો. તેમનું સમર્થન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, આ દાવો એકદમ ખોટો છે. પ્રિયંકા ગાંધી અંબાણીના પુત્રના લગ્નમાં ગયા નહોતા. તેઓ એ સમયે દેશમાં નહોતા.
તેમણે નિશિકાંત દુબે પર પ્રહાર કરતા કહ્યું કે, નકલી ડિગ્રીવાળા સાંસદને ખોટું બોલવાની ગંદી બીમારી છે, પરંતુ પ્રિયંકા ગાંધી અત્યારે લોકસભાના સાંસદ નથી એટલે તેમનું નામ લેવાનો પણ વિશેષાધિકારનો મામલો છે. મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ ભાજપના સાંસદ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો. પવન ખેડાએ એક પોસ્ટમાં કહ્યું કે, આજે એક ભાજપના સાંસદ સંસદમાં ખુલ્લેઆમ ખોટું બોલ્યા.
નિશિકાંત દુબેએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. એ એકદમ ખોટું છે. નિશિકાંતે સાર્વજનિક રૂપે માફી માગવી જોઇએ. તો કોંગ્રેસ નેતા વેણુગોપાલે પણ લોકસભામાં નિશિકાંત દુબેના દાવાનું ખંડન કર્યું. તેમણે ભાજપના નેતાને આ પ્રકારની ટિપ્પણી કરવાની મંજૂરી આપવા માટે આસનને સવાલ કર્યો. સાથે જ સુપ્રિયા સુલેએ તેમનું સમર્થન કરતા કહ્યું કે, ભાજપ સાથે સમસ્યા એ છે કે તે ખોટી કહાનીઓ બનાવે છે અને પરિવારોને બદનામ કરે છે. ભાજપે મારા પરિવારને પણ બદનામ કર્યો છે. શું તમને લાગે છે કે પરિવારોને શું ઝીલવું પડે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp