દિલ્હીમાં AAP અને BJPના કોર્પોરેટરો પાલિકાની બેઠકમાં બાખડ્યા

PC: ANI

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને પોતાના નવા મેયર મળી ગયા છે. ઘણી અડચણો બાદ શૈલી ઓબેરોયને મેયર તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ જે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થવાની છે, તે ફસાઇ ગઇ છે. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી વચ્ચે સદનમાં જોરદાર હોબાળો થઇ ગયો. સદનમાં કોર્પોરેટરોએ એક-બીજા પર બોટલો ફેકી. નોબત તો ઝપાઝપી સુધીની આવી ગઇ. આ ભારે હોબાળા વચ્ચે સદનની કાર્યવાહી ઘણી વખત સ્થગિત થઇ. સદનમાં કોર્પોરેટરોએ એક-બીજા પર પાણી પણ ફેક્યું.

સદનથી જે વીડિયો સામે આવ્યા છે, તેમાં કોર્પોરેટર એક-બીજા પર પાણીની બોટલો ફેકતા નજરે પડી રહ્યા છે. હોબાળાના કારણે થોડા સમય બાદ સદનને સ્થગિત પણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઇ તો ફરી જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને આ વખત મારામારીની નોબત આવી ગઇ. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઇને આ આખો હોબાળો થયો છે. સદનની કાર્યવાહી શરૂ થતા જ, ભાજપના મહિલા કોર્પોરેટરોએ વોટિંગ દરમિયાન હોબાળો કર્યો. સુરક્ષાકર્મીઓએ મેયરને સદનમાંથી બહાર કાઢ્યા હતા.

સંજય સિંહે કહ્યું કે, જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યની ચૂંટણી સંપન્ન નહીં થાય, આમ આદમી પાર્ટી અડગ ઊભી રહેશે. ભાજપીઓએ 15 વર્ષોથી જે દિલ્હીને કચરાઘર બનાવી રાખી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીના 2 કરોડ લોકોએ ઝાડુ ફેરવી દીધું, પરંતુ તેઓ જનાદેશ માનતા નથી. અમે સુપ્રીમ કોર્ટ ગયા. કોર્ટે કહ્યું કે, 3 ચૂંટણી અલગ અલગ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ પર જ મેયર ચૂંટણી કરાવી રહ્યા છે, પરંતુ આ હુમલા થઇ રહ્યા છે, આવું કોઇએ ક્યારેય જોયું નથી, આ ગુંડા પાર્ટી છે, મહિલા કેવી રીતે મેયર બની ગયા એ તેમનાથી સહન થતું નથી.

સદનમાં 5/5 કોપોરેટરોને બોલાવીને વોટિંગ કરાવવામાં આવી રહી હતી. જેવા જ વોટિંગ માટે 5 કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા, સદનમાં હોબાળો થઇ ગયો અને 5 કોર્પોરેટરોને વોટિંગ માટે બેલેટ આપવામાં આવ્યા હતા, એ કોર્પોરેટરોએ બેલેટ પેપર પરત જ ન કર્યા. મેયર ઘણા સમયથી બેલેટ માગી રહ્યા હતા, પરંતુ નામ લેવા છતા કોર્પોરેટર બેલેટ પેપર પાછા આપી રહ્યા નહોતા. આ કારણે ભાજપ કોર્પોરેટરની માગ માની લેવા છતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી ફસાઇ ગઇ છે. 250માંથી બુધવાર સુધીમાં માત્ર 47 કોર્પોરેટરે વોટ નાખ્યા હતા. ભાજપે આ મામલે ગરબડીનો આરોપ લગાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp