PM મોદીને નહીં દેશને મળે છે ઇજ્જત, પાછા આવીને હિંદુ-મુસ્લિમ કરવા માંડશે: મહેબૂબા

બિહારના પટનામાં વિરોધ પક્ષોની મહા બેઠક પછી PDPની નેતા મહેબૂબા મૂફ્તીએ એકતા પર ભાર મુકતા કહ્યું હતું કે, હું નીતિશ કુમારની આભારી છું. આજે જો વિરોધ પક્ષો એક સાથે ભેગા નહીં થશે તો ભવિષ્યમાં વિપક્ષ ખતમ થઇ જશે. મહેબૂબા મૂફ્તીએ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ નિશાન સાધી દીધું હતું.
જમ્મ્-કાશ્મીરના નેતા અને PDPના પ્રમુખ મહેબૂબા મૂફ્તીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધાની કહ્યુ હતું કે, જ્યારે PM મોદી બહાર જાય છે ત્યારે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ઝુકી જાય છે, પરંતુ તેઓ જ્યારે પાછા દેશમાં આવે છે ત્યારે હિંદુ-મુસ્લિમ કરવા માંડે છે.મહેબૂબાએ કહ્યું કે, આ જે તેમને બહાર ઇજ્જત મળે છે, તે તેમને નહીં, પરંતુ દેશને સન્માન મળે છે.
PDP પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જ્યારે PM મોદી દેશમાં રહે છે ત્યારે હિંદુ-મુસ્લિમ કરે છે. એને કારણે અમારી જમ્મૂ-કાશ્મીરની પ્રજાને નુકશાન થાય છે. PM જ્યારે બહાર જાય છે ત્યારે ત્યાંના ઢોલ પીટે છે. તેમણે આગળ કહ્યુ કે જો આજે વિપક્ષો એકજૂટ નહીં થશે તો આગળ જઇને વિરોધ પાર્ટીઓ ખતમ થઇ જશે.
મહેબૂબા મૂફ્તીએ કહ્યું કે, જે પત્રકારો એ વિશે વાત કરે છે તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, જો દેશને બચાવવો હશે તો બધા વિપક્ષોએ એક મંચ પર આવવું પડશે. આજે આપણી પહેલવાન છોકરીઓ જંતર- મંતર પર લડાઇ આપે છે અને જેની પર આરોપ લાગ્યો છે તે ખુલ્લેઆમ ફરે છે.
મહેબૂબાએ આગળ કહ્યુ કે આ દેશને બચાવવા માટે જેટલાં પણ લોકો પટનામાં વિપક્ષની મહા બેઠકમાં આવ્યા હતા, એ તમામનો હું આભાર વ્યકત કરુ છું. હુ આશા રાખું છું કે, હવે પછીની જે બેઠક મળશે તેમાં બધું સારા વાના થશે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક મોટી પાર્ટી છે જેને લીધે બધા એક સાથે આવી શક્યા છે.
મૂફ્તીએ કહ્યું કે હજુ અમારા લોકો વચ્ચે અંદરોદર ઘણા મતભેદો છે. હું અને ઉદ્ધવ ઠાકરે એક સાથે બેસ્યા હતા, પરંતુ તેમનામાં અને મારામાં ખાસ્સું અંતર છે. પરંતુ નાના નાના મતભેદો ભુલીને હવે આગળ વધવું પડશે.
મહેબૂબા મૂફ્તીએ ભાજપ પર નિશાન સાધીને કહ્યું કે, અમે મહાત્મા ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઇશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp