દેશની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો ન કરી શકે: અમિત શાહ

PC: ptinews.com

ભારત-ચીન સરહદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઈંચ જમીન પર કોઈ કબજો કરી શકે નહીં. બેંગલુરુમાં Indo-Tibetan Border Police (ITBP)ના  એક કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે હું ભારત-ચીન સરહદની ચિંતા કરતો નથી કારણ કે મને ખબર છે કે ITBPના જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.સુરક્ષાબળોના હાથમાં આપણો દેશ સલામત છે.

અમિત શાહે કહ્યું કે ITBPએ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેથી જ હું અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર ભારતના રાજ્યોમાં ગયો, જ્યાં ભારતના લોકો તેમને હિમવીર કહે છે. આ ઉપનામ તેમને આપવામાં આવ્યો છુ. હું સંમત છું કે જનતાએ સૈનિકને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કરતાં પણ મોટું સન્માન આપ્યું છે. આ એક મહાન સિદ્ધિ છે કારણ કે આ સરકારી ઉપનામ નથી.

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથેની અથડામણને લઈને વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માગણી કરતી રહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘણી વખત ઘેરી હતી. જો કે સંરક્ષણ મંત્રી તરફથી ગૃહમાં જવાબ આપવામાં આવ્યો હતો.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે 9 ડિસેમ્બરે અથડામણમાં ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને તેમને ભગાડી દીધા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિકનું મોત થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

તો બીજી તરફ, ચીને આ અથડામણ માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવી હતી. ચીની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેનાના સૈનિકોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદ પાર કરી હતી, જેના કારણે અથડામણ થઈ હતી.

Indo-Tibetan Border Police (ITBP)એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે જે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. ITBPFની શરૂઆત 24મી ઓક્ટોબર, 1962માં થઇ હતી. તે એક સરહદ રક્ષક પોલીસ દળ છે જે ઉચ્ચ ઊંચાઈની કામગીરીમાં વિશેષતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp