યુરોપીયન સંસદમાં મણિપુર હિંસા પર મોદી સરકારની ટીકા, ભારત કહે- અમારો આંતરિક મામલો

PC: european-union.europa.eu

યુરોપિયન સંસદે મણિપુર હિંસા અંગે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે. EU સંસદે શક્ય તેટલી વહેલી તકે હિંસા બંધ કરવાની હાકલ કરી છે. ભારત સરકારે આ અંગે EU પર પલટવાર કર્યો છે. છેલ્લા બે મહિનાથી હિંસાનો સામનો કરી રહેલા મણિપુરને લઈને યુરોપિયન યુનિયન (EU)ની બ્રસેલ્સ સ્થિત સંસદમાં બુધવારે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારત સરકારે ફગાવી દીધો છે. ભારત સરકારનું કહેવું છે કે મણિપુરનો મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતનું કહેવું છે કે મણિપુર હિંસા પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવા છતાં યુરોપિયન સંસદમાં ઠરાવ પર ચર્ચા થઈ રહી છે.

છ સંસદીય પક્ષોએ 12 જુલાઇના દિવસે યુરોપિયન સંસદમાં મણિપુરમાં હિંસા ન રોકવા બદલ મોદી સરકાર અને તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતો ઠરાવ રજૂ કર્યો. ઠરાવમાં હિંસાની નિંદા કરીને EUના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી કે તેઓ મણિપુરની સ્થિત સુધારવા માટે ભારત સાથે વાત કરે.

મણિપુરમાં 3 મેથી હિંસા ભડકેલી છે અને એમાં લગભગ 142 લોકોના મોત થયા છે અને 54000 લોકો વિસ્થાપિત માટે મજબૂર થયા છે.

ભારતે EUના આ પ્રસ્તાવને સીધો ફગાવી દીધો છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત સરકારે મણિપુરની સ્થિતિ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને આ અંગે યુરોપિયન સંસદસભ્યો સાથે પણ વાત કરી છે, તેમ છતાં આ પ્રસ્તાવ EU સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ કે, આ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. અમે યુરોપીય સંસદમાં બની રહેલી ઘટનાઓથી વાકેફ છીએ. આ મામલે અમે  સંબંધિત યુરોપીય સંસદના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે. અમે તેમને પણ પુરી રીતે સ્પષ્ટ કરી દીધું છે કે, મણિપુર એ ભારતનો આંતરિક મામલો છે. 

યુરોપિયન યુનિયનની સંસદમાં છ સંસદીય જૂથો દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં મણિપુરમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસાનો સામનો કરવાની મોદી સરકારની પદ્ધતિઓની ટીકા કરવામાં આવી છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમે આતંકવાદી જૂથોની પ્રવૃત્તિમાં વધારો અને હિંદુ બહુમતીવાદને પ્રોત્સાહન આપતી રાજનીતિ દ્વારા સંચાલિત વિભાજનકારી નીતિઓ અંગે ચિંતિત છીએ. પ્રસ્તાવમાં મણિપુર હિંસાને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ અને ઇન્ટરનેટ પર પ્રતિબંધના રાજ્ય સરકારના નિર્ણયની પણ આલોચના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp