સંસદની બહાર રાઘવ ચઢ્ઢા પર કાગડાનો હુમલો, ભાજપે દાવ લીધો, સાંસદે આપ્યો જવાબ

સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા લોકસભામાંથી ફોન પર વાત કરતા કરતા બહાર આવી રહ્યા હતા ત્યારે કાગડાઓએ હુમલો કરી દીધો હતો. રાઘવ કાગડાથી બચી રહ્યા છે તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે એમાં સામાન્ય લોકોએ તો કોમેન્ટસનો વરસાદ કરી દીધો છે, પરંતુ સાથે સાથે ભાજપે પણ દાવ લીધો છે.

જો કે  AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપની કોમેન્ટનો જવાબ આપ્યો છે. એ જ કાગડો જેણે સંસદની બહાર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર હુમલો કર્યો હતો. એ જ કાગડો જેણે આજે વિરોધ પક્ષ અને ટ્રોલર્સને મીમ્સનું કન્ટેન્ટ આપ્યું હતું. એ જ કાગડો જેના પર ગીત રચાયું છે,જૂઠ બોલે કૌઆ કાટે.

કાગડા પાસે સાચા અને ખોટા માણસોને પારખવાની સુપર નેચરલ પાવર્સ છે કે નહી તે એક અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ રાઘવ ચઢ્ઢા સાથે જે ઘટના બની તેમાં ભાજપ અને સામાન્ય યૂઝર્સે જાતજાતની કોમેન્ટ કરવાની તક મળી ગઇ છે. રાઘવ ચડ્ઢા રાજકારણ સાથે જોડાયેલા છે એટલે લોકોએ તેમની મજા લઇ લીધી છે.

પંકજ ભરમોરિયા નામના એક યૂઝરે લખ્યું છે કે આ કાગડો નહીં પોપટ છે. રાઘવ ચઢ્ઢા સાથે વાત કરવા માંગે છે,દિલ્હીના પ્રદુષણમાં કાળો પડી ગયો છે.

શૈલેન્દ્ર નામના યૂઝરે દલેર મહેંદીનું એક ગીત યાદ કર્યું છે. ‘કાલા કૌઆ કાટ ખાયેગા,સચ બોલ’

તો પ્રણય માહેશ્વરી નામના એક યૂઝરે લખ્યું છે કે, રાઘવ ચઢ્ઢા કેવું લાગી રહ્યું છે, હવે એવું નહીં કહી દેતા કે આ BJPનું ષડયંત્ર છે.

એક પેરોડી એકાઉન્ટ તરફથી કોમેન્ટ આવી છે. રાઘવ ચઢ્ઢા પર કાગડા દ્રારા હુમલાના સમાચારથી દીલ એકદમ વ્યથિત છે. ભારત સરકાર આ વાતની નોંધ લઇને કાગડા પર કાર્યવાહી કરે.

હવે દિલ્હી ભાજપે કોમેન્ટ કરી છે કે, આજ સુધી સાંભળેલું કે જૂઠ બોલે કૌઆ કાટે, પરંતુ આજે જોઇ પણ લીધું. કાગડાએ જૂઠ્ઠા વ્યકિતને ચાંચ મારી છે.

ભાજપ નેતા રોહિત ગંગવાલે તો એ પણ શોધી કાઢ્યું છે કયા જૂઠ પર કાગડાએ રાઘવ ચઢ્ઢા પર હુમલો કર્યો. ગંગવાલે રાઘવ ચઢ્ઢાના એ નિવેદનને શેર કર્યું જેમાં ચઢ્ઢા એવું કહી રહ્યા હતા કે 2024માં લોકો PM મોદીને બાય બાય કહેવાના છે.

તો AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપની કોમેન્ટનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે કે, રામચંદ્ર કહ ગયે સિયાસે, હંસ ચુગેગા દાના દુનકા ઔર કૌઆ મોતી ખાયેગા. આજ સુધી આ સાંભળેલું, આજે જોઇ પણ લીધું.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.