સંસદની બહાર રાઘવ ચઢ્ઢા પર કાગડાનો હુમલો, ભાજપે દાવ લીધો, સાંસદે આપ્યો જવાબ

સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા લોકસભામાંથી ફોન પર વાત કરતા કરતા બહાર આવી રહ્યા હતા ત્યારે કાગડાઓએ હુમલો કરી દીધો હતો. રાઘવ કાગડાથી બચી રહ્યા છે તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે એમાં સામાન્ય લોકોએ તો કોમેન્ટસનો વરસાદ કરી દીધો છે, પરંતુ સાથે સાથે ભાજપે પણ દાવ લીધો છે.
જો કે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ભાજપની કોમેન્ટનો જવાબ આપ્યો છે. એ જ કાગડો જેણે સંસદની બહાર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર હુમલો કર્યો હતો. એ જ કાગડો જેણે આજે વિરોધ પક્ષ અને ટ્રોલર્સને મીમ્સનું કન્ટેન્ટ આપ્યું હતું. એ જ કાગડો જેના પર ગીત રચાયું છે,જૂઠ બોલે કૌઆ કાટે.
કાગડા પાસે સાચા અને ખોટા માણસોને પારખવાની સુપર નેચરલ પાવર્સ છે કે નહી તે એક અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ રાઘવ ચઢ્ઢા સાથે જે ઘટના બની તેમાં ભાજપ અને સામાન્ય યૂઝર્સે જાતજાતની કોમેન્ટ કરવાની તક મળી ગઇ છે. રાઘવ ચડ્ઢા રાજકારણ સાથે જોડાયેલા છે એટલે લોકોએ તેમની મજા લઇ લીધી છે.
Ye "Kauwa nahin" "TOTA hai" jo Chadha se baat karna chaahata hai. Par delhi ke pollution me kaala pad gaya.
— Dr. Pankaj Bharmoria (@twikpank) July 26, 2023
પંકજ ભરમોરિયા નામના એક યૂઝરે લખ્યું છે કે આ કાગડો નહીં પોપટ છે. રાઘવ ચઢ્ઢા સાથે વાત કરવા માંગે છે,દિલ્હીના પ્રદુષણમાં કાળો પડી ગયો છે.
Kala kouva kaat khayega...sach bol..
— Shailendra Shriram Singh🇮🇳 (@Shailendra_Bhau) July 26, 2023
Daler Mehandi
શૈલેન્દ્ર નામના યૂઝરે દલેર મહેંદીનું એક ગીત યાદ કર્યું છે. ‘કાલા કૌઆ કાટ ખાયેગા,સચ બોલ’
झूट बोल कौवा काटे।
— Pranay Maheshwari (@PranayHinger) July 26, 2023
काले कौवे से डरियो।
राघव चड्ढा कैसा लग रहा है?
बोल मत देना ये @BJP4India कि साज़िश है।@raghav_chadha pic.twitter.com/bfAhvaUUum
તો પ્રણય માહેશ્વરી નામના એક યૂઝરે લખ્યું છે કે, રાઘવ ચઢ્ઢા કેવું લાગી રહ્યું છે, હવે એવું નહીં કહી દેતા કે આ BJPનું ષડયંત્ર છે.
राघव चड्ढा पर कौवे द्वारा हमले की खबर से ह्रदय बहुत व्यथित हैं..भारत सरकार संग्यान लेकर कौवे पर कार्यवाही करे..😂😂😂😂 pic.twitter.com/YDem6BpSgV
— अर्नब गोस्वामी (Parody) (@RealArnab_) July 26, 2023
એક પેરોડી એકાઉન્ટ તરફથી કોમેન્ટ આવી છે. રાઘવ ચઢ્ઢા પર કાગડા દ્રારા હુમલાના સમાચારથી દીલ એકદમ વ્યથિત છે. ભારત સરકાર આ વાતની નોંધ લઇને કાગડા પર કાર્યવાહી કરે.
झूठ बोले कौवा काटे 👇
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
હવે દિલ્હી ભાજપે કોમેન્ટ કરી છે કે, આજ સુધી સાંભળેલું કે જૂઠ બોલે કૌઆ કાટે, પરંતુ આજે જોઇ પણ લીધું. કાગડાએ જૂઠ્ઠા વ્યકિતને ચાંચ મારી છે.
शायद, चड्ढा साहब के शायद इसी बयान का झूठ पकड़ लिया कौवे ने... pic.twitter.com/yJicnU4BLs
— Rohit Gangwal 🇮🇳 (@rohitgangwalind) July 26, 2023
ભાજપ નેતા રોહિત ગંગવાલે તો એ પણ શોધી કાઢ્યું છે કયા જૂઠ પર કાગડાએ રાઘવ ચઢ્ઢા પર હુમલો કર્યો. ગંગવાલે રાઘવ ચઢ્ઢાના એ નિવેદનને શેર કર્યું જેમાં ચઢ્ઢા એવું કહી રહ્યા હતા કે 2024માં લોકો PM મોદીને બાય બાય કહેવાના છે.
‘रामचन्द्र कह गए सिया से ऐसा कलयुग आएगा,
— Raghav Chadha (@raghav_chadha) July 26, 2023
हंस चुगेगा दाना दुनका और कौवा मोती खाएगा’
आज तक सिर्फ़ सुना था, आज देख भी लिया https://t.co/skKUCm4Kbs
તો AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપની કોમેન્ટનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે કે, રામચંદ્ર કહ ગયે સિયાસે, હંસ ચુગેગા દાના દુનકા ઔર કૌઆ મોતી ખાયેગા. આજ સુધી આ સાંભળેલું, આજે જોઇ પણ લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp