બિપરજોયની તબાહી બાદ આ વાતથી સૌથી વધુ સંતુષ્ટ છે અમિત શાહ

PC: twitter.com/AmitShah

ગુજરાતે ચક્રવાતી તોફાન બિપરજોયની ભારે તબાહી જોઈ. લાખો લોકો પોતાના ઘરોથી દૂર થઈ ગયા. હજારો ગામોમાં અંધારું છવાઈ ગયું. સેકડો વૃક્ષ તોફાનની ઝપેટમાં આવીને પડી ગયા. ડઝનો પુલોને નુકસાન થયું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને ચારેય તરફ તબાહીનો નજારો.. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જખૌ પોર્ટ સાથે ટકરાયા બાદ બિપરજોય રાજસ્થાન તરફ વધી રહ્યું છે.

એવામાં શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ચક્રવતી તોફાન બિપરજોયની તબાહી જોયા બાદ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. અમિત શાહે કોન્ફરન્સમાં જણાવ્યું આ તોફાનથી ગુજરાતને કેટલું નુકસાન થયું. એ સિવાય તેમણે રાજ્ય સરકારના વખાણ પણ કર્યા. સાથે જ અમિત શાહે એક વાતનો સંતોષ પણ વ્યક્ત કર્યો.

અમિત શાહે કહ્યું કે, એક પણ વ્યક્તિનું મોત આ ચક્રવાતમાં થયું નથી. જ્યારે આ જાણકારી મળે છે તો કામ કરવાનો સંતોષ હોય છે. હું ગુજરાતના મુખ્યમંત્રી અને તાલુકા સ્તર પર પટવારી અને પંચાયતન લોકોને ખૂબ ખૂબ શભેચ્છા અને સાધુવાદ આપવા માગું છું કે આટલા મોટા સંકટમાં ઓછામાં ઓછા નુકસાન સાથે ગુજરાતની જનતાને બહાર કાઢવામાં આવ્યા.

ગુજરાતમાં થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, આ આપત્તિમાં માત્ર 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં કોઈ પણ એવી રીતે ઇજાગ્રસ્ત નથી કે તેને ગંભીરતાની શ્રેણીમાં રાખવામાં આવે. 234 પશુઓના મોત આ આપત્તિમાં થયા છે. એટલી મોટી કોસ્ટલલાઇનમાં, આટલા ઓછા નુકસાન સાથે બહાર નીકળવા માટે ગુજરાત સરકાર અભિનંદનની અધિકારી છે. 3,400 ગામોમાં વીજળી બંધ કરવામાં આવી હતી, જેમાંથી 1600 ગામોમાં વીજળી ફરી ચાલુ કરી દેવામાં આવી છે. મને પ્રશાસને જણાવ્યું કે 20 તારીખે સાંજ સુધી બધા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, 1206 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત હૉસ્પિટલ પહોંચાડવામાં આવી, હું મળીને આવ્યો છું. બધી ગર્ભવતી બહેનોએ વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય તોફાનના જોખમને જોતા પહેલા જ લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના સમુદ્રી કિનારા સાથે ટકરાયા બાદ તોફાનની શક્તિ નબળી પડી ગઈ.

તોફાન હવે રાજસ્થાનમાં પણ તબાહી મચાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂરની સ્થિતિ પણ બની ગઈ છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બાડમેર છે. ભારે વરસાદ બાદ લોકો પરેશાન છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. NDRF અને SDRFની ટીમો લોકોની સુરક્ષામાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp