ચીનથી એટલો ડરી ગયો આ દેશ કે તમામ નાગરિકોને સૈન્યની તાલીમ ફરજિયાત કરી દીધી
ક્રિસમસના દિવસે ચીનની મિલિટ્રી એક્સરસાઇઝ બાદ તાઇવાન એલર્ટ થઇ ગયું છે. ત્યાર બાદ તાઇવાને પોતાના દેશ વાસિઓ માટે એક ખાસ એલાન કર્યું છે. તેના હેઠળ હવે તાઇવાનમાં દરેક નાગરિક માટે એક વર્ષની મિલિટ્રી ટ્રેનિંગ લેવી અનિવાર્ય હશે.
અત્યાર સુધી આ સમય સીમા ફક્ત ચાર મહિનાની જ હતી. આ શરત વર્ષ 2024થી લાગૂ થશે. તાઇવાને આ પગલું એટલા માટે લીધું છે કે, જો ચીનની સાથે કોઇ પ્રકારના સંઘર્ષની સ્થિતિ ઉભી થાય છે તો પછી તાઇવાનની આર્મી મજબૂત સ્થિતિમાં રહે.
તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેને મંગળવારના રોજ આ વિશે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે ચીનથી વધતા જોખમને જોતા દેશને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહયું હતું. તેમણે કહ્યું કે, જે રીતે પરિસ્થિતિ સતત બદલાઇ રહી છે, તેને જોતા ફક્ત ચાર મહિનાની અનિવાર્ય મિલિટ્રિ ટ્રેનિંગ પર્યાપ્ત ન રહેશે. વેન અનુસાર, આ જ કારણ છે કે, 2024થી એક વર્ષની મિલિટ્રી ટ્રેનિંગ લાગૂ કરવામાં આવી રહી છે.
તાઇવાનમાં ચીન સાથે સિવિલ વોર બાદથી જ 1949માં અનિવાર્ય મિલિટ્રી સેવાનો નિયમ છે. તેના હેઠળ 18 વર્ષથી ઉપરના દરેક પુરૂષોએ બેથી ત્રણ વર્ષ મિલિટ્રીમાં વિતાવવાના હોય છે. જોકે, વર્ષ 1996 બાદ તેમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2008માં આ એક વર્ષ કરવામાં આવ્યું અને પછી 2018માં વધારે ઓછું કરીને તેને 4 મહિના કરી દેવામાં આવ્યું હતું.
રવિવારે ચીને તાઇવાનની સમુદ્રી સરહદ પર 47 એરક્રાફ્ટ મોકલ્યા હતા. હાલના સમયમાં તાઇવાની એર ડિફેન્સ ઝોનમાં આ ચીનનું સૌથી મોટું અતક્રમણ છે. ચીન સતત એકીકરણની વાત કરતું રહે છે. અમેરિકન રાજનેતા નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા બાદ ચીન સંપૂર્ણ રીતે બાખલાયું હતું. તેના થોડા સમય બાદ જ અમેરિકન રાજનાયિકોનું એક દળ પણ તાઇવાન પહોંચ્યું હતું, જે બાદ ચીને અમેરિકાને હદમાં રહેવાની ચેતવણી પણ આપી દીધી હતી.
તાઇવાન પાસે હાલ 170000 સૈન્ય જવાન છે, જે ચીનની સરખામણીમાં દસ ગણા ઓછા છે. અનુમાન છે કે, તાઇવાનમાં દર વર્ષે એક લાખ પુરૂષ 18 વર્ષના થઇ જાય છે. આ રીતે અનિવાર્ય મિલિટ્રી સેવા દ્વારા ચીન પોતાની સેનામાં જવાનોની સંખ્યા વધારતું જશે. ખાસ વાત એ પણ છે કે, અનિવાર્ય મિલિટ્રી સેવા લાગૂ કરવા માટે નિયમોમાં પણ કોઇ પ્રકારના ફેરફાર ન કરવા પડશે. ગયા બે વર્ષથી જ મિનિસ્ટ્રી ઓફ નેશનલ સિક્યોરિટી કાઉન્સિસલમાં આ મુદ્દે વિચાર ચાલી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp