જે ઘરમાં દારૂ પીવાતો હોય ત્યાં દીકરીઓ લગ્નની ના પાડી દે: રાજ્યપાલઆનંદીબેન પટેલ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યુ કે, શરાબ જિંદગી બરબાદ કરી નાંખે છે. દીકરીઓ એવા પરિવારમાં લગ્નનો ઇન્કાર કરી દે જે પરિવારમાં કોઇ પણ વ્યકિત દારૂ પીતો હોય. તેમણે કહ્યું કે એ જ રીતે દહેજ આપવાનું પણ દીકરીઓ બંધ કરે. દીકરીઓ આત્મનિર્ભર છે, અને તેઓ તેમના પિતાને સમજાવે કે જે પરિવાર દહેજ માંગતું હોય ત્યાં લગ્ન ન કરે. તેમણે કહ્યું કે, આના માટે દીકરાઓએ પણ જાગૃત થવું પડશે. આનંદી બેને કહ્યું દીકરાઓએ સમજવું પડશે કે શું તેઓ વેચાવવા માટે ભણે છે? એવું સાંભળ્યું છે કે જેટલી વધારે ડીગ્રી હોય એટલે વધારે દહેજ માંગવામાં આ છે. આનંદીન CSJMUના દિક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે જળ સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણના શપથ પણ લેવડાવ્યા હતા.

રાજ્યપાલ આનંદી બેન પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી યોજના દ્વારા જળ સંકટનો ઉકેલ શક્ય નથી. દરેક વ્યક્તિએ જાગૃત રહેવું પડશે. જેમણે મેડલ મેળવ્યા છે તેઓને અભિનંદન, પરંતુ બાકી રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાને ટોપર ગણવા જોઈએ. કારણ કે હવે તેમણે સમાજની સામે ટોપર બનવાનું છે. તેથી જીવનમાં કંઈ ખોટું ન કરો. શિક્ષણનું ધોરણ સુધારવા માટે વિઝન પ્લાન તૈયાર કરવો જરૂરી છે. તેથી જ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને દસ વર્ષનો વિઝન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. કારણ કે રાજ્યપાલો, મંત્રીઓ અને વાઇસ ચાન્સેલરો આવે છે અને જાય છે, જો યોજના હશે તો યોજનાઓ ચાલુ રહેશે.

રાજ્યપાલ આનંદી બેને કહ્યું કે, 80 ટકા  મેડલ તો દીકરીઓઅ મેળવ્યા છે. તેમણે કહ્યું કે, કુલપતિ સાહેબ,આના પર સંશોધન કરાવો. દીકરાઓ પાછળ કેમ છે? શું તેઓ પાન ખાવામાં રચ્યા પચ્યા રહે છે કે પછી હાઇલેવલનું વિચારે છે કે પછી પિતા પાસે ઘણા પૈસા છે, કે પછી તેમને ભવિષ્યની કોઇ ચિંતા નથી.

આનંદી બેને કહ્યુ કે, 90 વર્ષ પહેલા મારા પિતાએ ન તો કોઇને દહેજ આપ્યું હતું કે ન તો કોઇ બાળવિવાહ કરાવેલા. બધાને ભણાવ્યા. સરદાર પટેલે પણ આના વિરુદ્ધમાં અભિયાન ચલાવેલું. સરદાર પુત્રોના લગ્ન વખતે એવું કહેતા કે તમારો આ બળદ કેટલામાં વેચાયો? તેમણે કહ્યું કે કેટલાંક પરિવારોમાં વહુની મોઢું જોવાનો રિવાજ હોય છે, જેમાં વહુ ખુબસુરત છે કે સંસ્કારી છે તે નથી જોતા, પરંતુ એ જોઇ છે કે એ વહુ દહેજ કેટલું લાવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.