તેઓ માની ગયા, હવે સોઈની અણી બરાબર કોઈ જમીન નહીં લઈ શકે: અમિત શાહ

PC: thequint.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ભારત અને સીમા નજીક આવેલા કિબિથૂ ગામમાં ‘વાઇબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ની શરૂઆત કરી. તેનાથી સીમાવર્તી ગામોમાં રહેતા લોકોને ખૂબ સગવડતા મળશે. આ પરિયોજના પર લગભગ 4,800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. અમિત શાહનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે હાલમાં જ ચીને અરુણાચલના 11 સ્થળોના નામ બદલ્યા હતા. આ અવસર પર અમિત શાહે નામ લીધા વિના ચીનને લલકારતા કહ્યું કે, હવે કોઈ પણ સીમા પર આંખ ઉઠાવીને નહીં જોય શકે.

સોઈની અણી બરાબર કોઈ બોર્ડરની આ તરફ અતિક્રમણ નહીં કરી શકે. એ જમાના જતા રહ્યા, જ્યારે ભારતની જમીન પર કોઈ અતિક્રમણ કરી શકતું હતું. અરુણાચલના રહેવાસીઓના જોશે વર્ષ 1962માં ચીનને પગલાં પાછા લેવા માટે વિવશ કરી દીધા. પહેલાંનો સમય વિપરીત હતો. હવે સીમાવર્તી વિસ્તારના લોકો કહે છે કે, ભારતના અંત સુધી નહીં, પહેલા ગામના રહેવાસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમર્શ બદલી દીધો છે. હું કિબિથૂના એ શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધમાં સંસાધનોના અભાવમાં પણ વિરતાથી લડાઈ લડી.

તેમણે કહ્યું કે, જ્યારે હું આવ્યો તો સેકડો ઝરણાઓને જોયા. મેં અહી ઉતરતા જ પેમા ખાંડૂને કહ્યું કે, એક ઘર લઈ લો, જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ તો અહીં રહેવા આવું. ભગવાન પરશુરામે અરુણાચલનું નામ આપ્યું હતું. દેશનું દરેક બાળક અરુણાચલને સૂર્યદેવની પહેલી કિરણની ધરતીથી જાણે છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ 2 દિવસીય પ્રવાસ પર અરુણાચલ ગયા છે. ગૃહ મંત્રી બન્યા બાદ પૂર્વોત્તર રાજ્યોમાં તેમનો આ પહેલો પ્રવાસ છે. કિબિથૂમાં 9 સૂક્ષ્મ વીજ પરિયોજનાઓ શરૂ થઈ રહી છે.

આ વીજ પરિયોજનાઓ સીમાવર્તી ગામોમાં રહેનારા લોકોને સશક્ત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23થી વર્ષ 2025-26ના સડક સામ્પર્ક માટે વિશેષ રૂપે 2500 કરોડ રૂપિયા સહિત 4,800 કરોડ રૂપિયાના કેન્દ્રીય યોગદાન સાથે વાઇબ્રન્ટ વિજેલ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી હતી. આ એક કેન્દ્ર પ્રયોજિત યોજના છે જે હેઠળ ઉત્તરી સીમા નજીક અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 ગામના વ્યાપક વિકાસ માટે ઓળખ કરવામાં આવી છે. પહેલા ચરણ માટે આંધ્ર પ્રદેશના 455 સહિત 662 ગામની ઓળખ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp