ડિગ્રી વિવાદ મામલે કોર્ટે આપ્યો CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો

આમ આદમી પાર્ટાના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના સાંસદ સંજય સિંહને ગુજરાતની સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસમાં સેશન્સ કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સાથે જોડાયેલા ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સેશન કોર્ટે AAP નેતા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ધટકો આપ્યો છે. કોર્ટે તેમની રિવીઝન પિરિશનને ફગાવી દીધી છે. સેશન કોર્ટના આ ચુકાદા પછી કેજરીવાલ અને સંજય સિંહ પર કોર્ટમાં હાજર થવાનું દબાણ વધી ગયું છે.
PM મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે સમન્સ પર સ્ટે મૂકવાની તેમની રિવિઝન અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા હાજર સમન્સને પડકાર્યો હતો.
કેજરીવાલ વતી કોર્ટમાં એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે ગુજરાત યુનિવર્સિટી એક રાજ્ય છે અને રાજ્યની કોઈ બદનામી હોતી નથી.જેની સામે ગુજરાત યુનિવર્સિટીએ દલીલ રજૂ કરી હતી કે યુનિવર્સિટીના બધા નિર્ણયો સરકાર કરતી નથી એટલે તેને સ્ટેટમાં રાખી શકાય નહીં.
અમદાવાદ સેશન્સ કોર્ટે તેના નિર્ણયમાં, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની રિવિઝન અરજીને ફગાવી દેતા ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગને ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. બંને નેતાઓ પર આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર રહેવાનું દબાણ વધી ગયું છે.
અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચુકાદો આપતી વખતે એડિશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે માનહાનિના આ ફોજદારી કેસમાં સમન્સમાંથી રાહત આપવાનો ઇનકાર કરતી રિવિઝન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.
અગાઉની સુનાવણી પર સેશન્સ કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. આવી સ્થિતિમાં આજે સેશન્સ કોર્ટે સમન્સને પડકારતી અરવિંદ કેજરીવાલની રિવિઝન અરજીને ફગાવીને આંચકો આપ્યો છે. અમદાવાદની જે કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. તેમાં આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થવાની છે.
સેશન્સ કોર્ટના ચુકાદા પછી કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે કહ્યું હતું કે તેઓ કોર્ટના ઓર્ડરની કોપી જોયા પછી આગળના વિકલ્પો પર નિર્ણય લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp