કેજરીવાલ સરકારે 3 વર્ષમાં જાહેરાત પર એટલો કર્યો ખર્ચ કે SCના જજ પણ થયા ગુસ્સે

દિલ્હી સરકારના જાહેરાતનો ખર્ચ જોઈને સુપ્રીમ કોર્ટ પણ હેરાન રહી ગઈ. સરકારે છેલ્લા 3 વર્ષોમાં જાહેરાત માટે 1073 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. આ ખુલાસો દિલ્હી સરકારની એફિડેવિટમાં થયો છે જે તેણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. એફિડેવિટ જોઈને જજ પણ ગુસ્સે ભરાઈ ગયા. તેમણે સરકાર તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીને સીધી જ ચેતવણી આપી નાખી.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની પીઠે કહ્યું કે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વવાળી સરકાર છેલ્લા 3 વર્ષમાં જાહેરાતો પર 1,000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે તો નિશ્ચિત રૂપે પાયાના ઢાંચાની પરિયોજનાને પણ નાણાકીય પોષિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને RRTS માટે 2 મહિનાની અંદર 415 કરોડ રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે.
દિલ્હી સરકાર પર ગત સુનાવણીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તે આ પ્રોજેક્ટ માટે પૈસા આપી રહી નથી. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે એક રિપોર્ટ માગ્યો હતો, જેમાં છેલ્લા 3 વર્ષોમાં જાહેરાતો પર કરવામાં આવેલા ખર્ચની જાણકારી માગવામાં આવી હતી. આજે આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો ડબલ બેન્ચ ગુસ્સે થઈ ગઈ. જસ્ટિસ સંજય કિશન કૌલે વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીને ધમકાવતા કહ્યું કે, RRTS પ્રોજેક્ટ માટે પૈસા આપવામાં ન આવ્યા તો અમે તમારા જાહેરાતના બજેટને સીઝ કરવાનો આદેશ પણ આપી શકીએ છીએ.
અભિષેક મનુ સિંધવીએ આશ્વસ્ત કરતા કહ્યું કે, સરકાર પ્રોજેક્ટ માટે પૈસા આપતા પાછળ હટી રહી નથી, પરંતુ તેને હપ્તામાં વહેચી દેવામાં આવે. બેંચનું કહેવું હતું કે, પ્રોજેક્ટ માટે પૈસા આમ પણ હપ્તામાં જ આપવાના છે. તમારા આદેશ મુજબ સરકાર પ્રોજેક્ટ માટે પૈસા ઉપલબ્ધ કરાવી રહી છે. તેના માટે બજેટનું પ્રાવધાન અમે કરી રહ્યા છીએ. સરકારની વાત માનતા કોર્ટે આદેશ જાહેર કરીને કહ્યું કે, બાકી રકમની ચૂકવણી પણ કરવામાં આવે. RRTS પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ગત સુનાવણી પર તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, પર્યાવરણ મામલે તે સમજૂતી કરવા જઈ રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp