મહિલા કુશ્તીબાજોની જીત? ભાજપ સાસંદ વૃજભૂષણનું બચવું મુશ્કેલ, દિલ્હી પોલીસે પણ...

ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડન, છેડછાડના આરોપમાં કોર્ટમાં દાખલ દિલ્હી પોલીસની ચાર્જશીટના કેટલાક ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. દિલ્હી પોલીસે પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે 6 રેસલર્સની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધાર પર WFIના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર કેસ ચલાવી શકાય છે. યૌન ઉત્પીડન, છેડછાડ અને પીછો કરવા જેવા ગુનાઓ માટે વૃજભૂષણ પર કેસ ચલાવવા અને સજાના હકદાર છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 13 જૂનની ચાર્જશીટમાં સેક્શન 506 (ગુનાહિત ધમકી), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી), 354-A (યૌન ઉત્પીડન) અને 354-D (પીછો કરવો) લગાવતા એમ પણ કહેવામાં આવ્યું છે કે એક કેસમાં વૃજભૂષણ તરફથી ઉત્પીડન સતત ચાલી રહ્યું હતું. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે વૃજભૂષણ અને સેક્રેટરી વિનોદ તોમરને 18 જુલાઇના રોજ કોર્ટમાં ઉપસ્થિત રહેવા સમન્સ પાઠવ્યા છે. તેના પર વૃજભૂષણે કહ્યું કે, તેઓ કોર્ટ સામે ઉપસ્થિત થશે. એમને કોર્ટમાં ઉપસ્થિત રહેવા કોઈ છૂટ જોઈતી નથી.
દિલ્હી પોલીસે 15 જૂનના રોજ રાઉજ એવેન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાં વૃજભૂષણ સિવાય WFIના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરનું નામ પણ છે. ચાર્જશીટમાં પહેલવાનોના મેજિસ્ટ્રેટ સામે આપવામાં આવેલા નિવેદનોને મહત્ત્વનો આધાર માનવામાં આવ્યો છે. વૃજભૂષણ વિરુદ્ધ લગભગ 7 સાક્ષી મળ્યા છે. તો યૌન શોષણની કથિત જગ્યા પર તેમની ઉપસ્થિતિના પણ પુરાવા મળ્યા છે. ચાર્જશીટની પહેલી સુનાવણી પર કોર્ટે તેને MP-MLA કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી.
એ સિવાય કોર્ટે દિલ્હી પોલીસને ચાર્જશીટની એક કોપી ફરિયાદકર્તા પહેલવાનોને આપવાના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, વૃજભૂષણ પર જે રસ્તો રોકવા કે પીછો કરવાનો કેસ છે તે વર્ષ 2012નો છે. તેમાં ફરિયાદ કરનારી મહિલા પહેલવાને જણાવ્યું હતું કે એક ટૂર્નામેન્ટ દરમિયાન તેની માતા સાથે વાત કરી અને તેને પોતાની રૂમમાં બોલાવીને કસીને ગળે લગાવી. જ્યારે મહિલા પહેલવાન ઘરે ફરી તો અલગ અલગ બહાનાથી ઘણી વખત તેની માતાના નંબર પર ફોન કરવાની શરૂઆત કરી દીધી. તેણે એવો પણ દાવો કર્યો કે વૃજભૂષણના કોલથી બચવા માટે તેણે પોતાનો ફોન નંબર પણ બદલાવો પડ્યો હતો. જો કે આ આરોપોને સાબિત કરવાની બાબતે કોઈ ટેક્નિકલ એવિડેન્સ મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp