કેજરીવાલ ઔકાતમાં રહો, દિલ્હી CM નીચ માણસ છે, BJP સાંસદનું વિવાદિત નિવેદન વાયરલ

PC: deccanherald.com

ભાજપના એક સાંસદે જાહેર મંચ પરથી કેજરીવાલ સામે જબરદસ્ત વાણી વિલાસ કર્યો હતો અને તેમનું એ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. આ ભાજપના એ સાંસદ છે જેમણે અનેક વખત વિવાદો ઉભા કર્યા છે. 

પશ્ચિમ દિલ્હીની લોકસભા સીટના ભાજપના સાંસદે એક ભાષણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વિવાદીત નિવેદન કર્યું હતું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. ભાજપના આ સાંસદે CM કેજરીવાલને નીચ કહી દીધા હતા અને સાથે કહ્યુ હતું કે કેજરીવાલ ઔકાતમાં રહો. ભાજપના આ સાંસદ અગાઉ કેજરીવાનલને આતંકવાદી પણ કહી ચૂક્યા છે.

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ સ્ટેજ પરથી કહ્યુ હતું કે દિલ્હીવાસીઓ, તમારું લોહી કેમ ઉકળતું નથી? કેજરીવાલ તો નીચ માણસ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયા અને સૌરભ ભારદ્વાજની રામ અને ભરત તરીકે તુલના કરી હતી એ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રવેશ શર્માએ  અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરી દીધો હતો.

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ સ્ટેજ પરથી કેજરીવાલ સામે નિશાન સાધીને કહ્યું હતું કે, રાવણનો વધ કરવા માટે બધા બોલો જય શ્રીરામ. જય શ્રીરામના નારા પછી પ્રવેશ વર્માએ કહ્યું કે, કેજરીવાલ ઔકાતમાં રહો. મનીષ સિસોદીયાની સરખામણી રામ સાથે કરી રહ્યા છો? દિલ્હીવાળાઓ તમારું લોહી નથી ઉકળતું? દિલ્હીના મુખ્યમંત્રી નીચ માણસ છે.

પ્રવેશ વર્માએ આગળ કહ્યું કે, કેજરીવાલ તમને દિવાળી પર ફટાકડા ફોડતા રોકે છે. કેજરીવાલ પોતે હોળી નથી રમતા કે રંગ પણ લગાવતા નથી. કેજરીવાલનું દિમાગ ખરાબ થઇ ગયું છે. તેમને તેમની ઔકાત બતાવો.

ભાજપને સાંસદે આગળ ચલાવ્યું કે, એ લોકો જ્યારે ભ્રષ્ટાચારમાં ફસાઇ છે ત્યારે તેમને ભગત સિંહ, મહાત્મા ગાંધી યાદ આવે છે. હવે કેજરીવાલને કોઇ તેલગાંણાના મુખ્યમંત્રી કે લાલુ પ્રસાદ નહીં બચાવી શકે. હવે દિલ્હીમાં સત્તામાં આવવાનો વારો ભાજપનો છે.

આ પહેલા પણ પ્રવેશ વર્મા અનેક નિવેદનો આપીને વિવાદોમાં રહ્યા છે. 28 ઓક્ટોબર 2022માં તેમણે દિલ્હી જલ બોર્ડ સાથે વિવાદમાં ફસાઈ ગયા હતા. આરોપ છે કે 28 ઓક્ટોબર, 2022ના રોજ પ્રવેશ વર્માએ દિલ્હીના ભોલા ઘાટ પર દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ઘટના પછી જલ બોર્ડના ડિરેકટર સંજય શર્મા સામે ફરિયાદ પણ નોંધાવી હતી. એ ઘટનાનો વીડિયો પણ ખાસ્સો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp