26th January selfie contest

રાજ ઠાકરેના વીડિયો બાદ બુલડોઝર એક્શન, તોડવામાં આવી મુંબઈની દરગાહ

PC: twitter.com/HTMumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે પોતાના ગુડી પડવાના સંબોધનમાં એક ક્લિપ ચલાવી અને દાવો કર્યો કે, મુંબઇમાં માહિમ તટ પર એક ગેરકાયદેસર દરગાહ બની ગઈ છે. રાજ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું કે, આ કોની દરગાહ છે? શું તે માછલીની છે? તે 2 વર્ષ અગાઉ નહોતી. જો ગેરકાયદેસર નિર્માણને તાત્કાલિક ધ્વસ્ત ન કરવામાં આવ્યું તો અમે એ જ જગ્યાએ એક વિશાળ ગણપતિ મંદિરનું નિર્માણ કરીશું. જો કે, રાજ ઠાકરે દ્વારા શિવાજી પાર્કમાં પોતાની રેલી દરમિયાન નિર્માણનો એક વીડિયો દેખાડવાના એક દિવસ બાદ ગુરુવારે મુંબઈના માહિમમાં ગેરકાયદેસર દરગાહ પાડવાનું અભિયાન શરૂ થઈ ગયું.

વીડિયો પર કાર્યવાહી કરતા નગર કલેક્ટરે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા અને દબાણ હટાવવા માટે 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી. રાજ ઠાકરેએ આ મુદ્દા પર ચર્ચા માટે બુધવારે પોતાના આવાસ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી, તો તેઓ મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવા માટે પોતાના અભિયાનને ફરીથી શરૂ કરશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગયા વર્ષે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવેલા 17 હજાર કેસોને પરત લેવાની માગ કરી હતી, જ્યારે તેમણે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વીડિયોને પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે દિવસના અજવાળામાં સમુદ્ર વચ્ચે એક ‘નવો હાજી અલી’ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ અને નગર પાલિકાને તેની જાણકારી પણ ન મળી. રાજ ઠાકરે મુંબઈના શિવાજી પાર્કમાં બુધવારે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોમાં કેટલાક પોલ સાથે કિનારા પાસે એક દ્વીપ પ્રકારનો નાનકડો ભૂ-ભાગ દેખાડવામાં આવ્યો છે.

આ વીડિયોમાં કેટલાક લોકોને સમુદ્રના પાણીમાંથી પસાર થતા અને પ્રાર્થના કરતા જોઈ શકાય છે. રાજ ઠાકરેએ તેને જ દરગાહના રૂપમાં દાવો કર્યો છે. પોતાના સંબોધનમાં તેમણે આગળ કહ્યું કે, હું દેશના સંવિધાનનું પાલન કરનારા મુસ્લિમોને પૂછવા માગું છું. શું તમે તેની નિંદા કરો છો? હું કોઈને ઝુકાવવા માગતો નહીં, પરંતુ જ્યારે જરૂરિયાત હશે તો મારે એમ કરવું પડશે. ગેરકાયદેસર દરગાહ માહિમમાં મખદુમ બાબાની દરગાહ પાસે છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રાજ ઠાકરે દ્વારા શેર કરવામાં આવેલા ફૂટેજને શેર કર્યો છે.

તો કેટલાકે દાવો કર્યો છે કે, માહિમાની રહસ્યમય દરગાહ ગૂગલ મેપ્સ પર પણ ઉપલબ્ધ છે. સાથે જ પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ આગળ કહ્યું કે, જાવેદ અખ્તર જેવા મુસ્લિમ પસંદ છે, જે પાકિસ્તાન વિરુદ્ધ બોલે છે. હું જાવેદ અખ્તર જેવા લોકો અને ઘણા લોકોને પ્રેમ કરું છું. મને ભારતીય મુસ્લિમ જોઈએ છે જે પાકિસ્તાન વિરુદ્ધ બોલે અને તેમને આપણી તાકત બતાવે. જાવેદ અખ્તર એમ કરે છે અને મને તેમના જેવા મુસ્લિમ જોઈએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp