વસુંધરાને CM ફેસ ન બનાવ્યા તો ઊભો કરી દઇશું ત્રીજો મોરચો, BJP નેતાનું અલ્ટિમેટમ

PC: indianexpress.com

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર થોડા જ મહિનાનો સમય બચ્યો છે. એ અગાઉ રાજનેતા પોત-પોતાના વૉટરોને સાધવામાં લાગી ગયા છે. આ દરમિયાન બિકાનેરના કોલાયતથી આવતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટીએ ભાજપમાં મુખ્યમંત્રી ચહેરા પર મોટું નિવેદન આપી દીધું છે. દેવી સિંહે ખાસ વાતચીતમાં કહ્યું કે, ભાજપમાં વસુંધરા રાજેને મુખ્યમંત્રીનો ચહેરો ન જાહેર કરવામાં આવે તો આગામી દિવસોમાં હું ત્રીજો મોરચો ઊભો કરીશ. આ ત્રીજો મોરચો રાજસ્થાનની અલગ અલગ વિધાનસભાઓમાં પોતાનો દમખમ દેખાડશે.

દેવી સિંહ ભાટી આ દિવસોમાં મારવાડ સહિત રાજસ્થાનના અલગ-અલગ હિસ્સામાં જઈને વસુંધરા સમર્થકોથી મુલાકાત કરી રહ્યા છે અને તેમની મંશા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અનુસંધાને જ્યારે ભાટી બાડમેર મુલાકાત પર પહોંચ્યા તો તેમણે ભાજપને ખરું-ખોટું સંભળાવી દીધું. દેવી સિંહ ભાટી વસુંધરા રાજેના ખૂબ નજીકના છે. વર્ષ 1980થી સતત 7 વખત ધારાસભ્ય રહ્યા છે. ભાટી 3 વખતના મંત્રી પણ રહી ચૂક્યા છે. દેવી સિંહ ભાટીએ કહ્યું કે, પાર્ટી જે પ્રકારે માસ લીડર અને સ્થાનિક નેતાઓને સાઇડ લાઇન કરી રહી છે.

તે તેમણે કહ્યું કે, તે ભાજપ માટે સારું નથી. આ કારણ ભાજપને એક એક કરીને રાજ્યોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના મુકાબલે એવો કોઈ ચહેરો નથી જે ભાજપની સત્તામાં વાપસી કરાવી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વસુંધરા રાજેને હરાવવા માટે ‘મોદી તુમસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં’નો નારો આપીને ભીતરઘાત કર્યો હતો. હનુમાન બેનિવાલની પાર્ટી સાથે ગઠબંધનના સવાલ પર ભાટીએ કહ્યું કે, વસુંધરાને ચહેરો ન બનાવવાની સ્થિતિમાં તેમના સમર્થક અને અમે મળીને ત્રીજો મોરચો બનાવીશું.

તેમણે કહ્યું કે, મજબૂતી સાથે પ્રચાર કરશે, નબળી સ્થિતિમાં જ કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોઈ નાના પ્રદર્શનમાં ટ્વીટ કરવું સન્માનજનક નથી. દેવી સિંહ ભાટીએ કહ્યું કે, ભાજપ માસ લીડરો અને નેતાઓને કિનારો કરી રહી છે. આ જ કારણ છે જે ભાજપની ‘જનઆક્રોશ યાત્રા’ હોય કે, ‘નહીં સાહેગા રાજસ્થાન અભિયાન’ ક્યાંય ભીડ ભેગી થઈ રહી નથી. જયપુરમાં નહીં સહેગા રાજસ્થાન પ્રદર્શન દરમિયાન જો દેશના વડાપ્રધાન ભીડ ભેગી થવાને લઈને ટ્વીટ કરે છે તો તે સન્માનજનક સ્થિતિ નથી.

ભાટીએ કહ્યું કે, અમે પાર્ટીના હિતેચ્છુ છીએ અને પાર્ટીનું ખરાબ ઇચ્છતા નથી, પરંતુ કેટલાક માસ લીડર્સને કિનારે કરીને પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગ્યા છે. દેવી સિંહ ભાટીને વસુંધરા રાજેના નજીકના નેતાઓમાંથી એક છે. ગત લોકસભાની ચૂંટણીમાં અર્જૂન મેઘવાલને ટિકિટ આપવાથી નારાજ ભાટીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. અર્જૂન મેઘવાલથી નારાજગીના સવાલ પર ભાટીએ કહ્યું કે મેઘવાલની કાર્યશૈલીથી મારી તેમની સાથે બનતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp