BRICS સમિટમાં PM મોદી-જિનપિંગ મળ્યા, ચીન કહે- ભારતે વિનંતી કરી, ભારત કહે-ચીને..

PC: indianexpress.com

બ્રિક્સ સમિટના અંતિમ દિવસ 24 ઓગસ્ટે સાઉથ આફ્રિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ છે. આજે એટલે કે 25 ઓગસ્ટે ચીની વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે આ બેઠક ભારતની વિનંતી પર આયોજિત કરવામાં આવી હતી. જો કે, ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે ચીને વિનંતી કરી હતી એટલે મુલાકાત ગોઠવવામાં આવી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ કે ચીન તરફથી કેટલાય મહિનાઓથી બાઇલેટ્રેલ મીટિંગની વિનંતી પેન્ડિંગ હતી. એ પછી જ બંને નેતાઓ વચ્ચે વાતચતી થઇ છે. PM મોદી અને જિનપિંગ વચ્ચે થયેલી વાત અનૌપચારિક હતી.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું- બંને નેતાઓ વચ્ચે નિખાલસ અને ઊંડાણપૂર્વક વાતચીત થઈ હતી.

આ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગે શાંતિ અને વિકાસ માટે સારા સંબંધો જરૂરી ગણાવ્યા. આ સાથે તેમણે સરહદ વિવાદ પર બંને દેશો તરફથી યોગ્ય અભિગમની વાત કરી, જેથી શાંતિ સ્થાપી શકાય. PM મોદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો.

શી જિનપિંગ સાથેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરહદ પર શાંતિ જરૂરી છે, જેથી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય રહી શકે. બંને નેતાઓ વચ્ચે તણાવ ઓછો કરવા માટે અધિકારીઓ વચ્ચે ચર્ચા પર સહમતિ બની હતી.

બ્રિક્સ કોન્ફરન્સ પછી  PM મોદી અને જિનપિંગ હસ્તધૂનન પણ કર્યુ હતું. ભારતના વિદેશ મંત્રાલયના સેક્રેટરી વિનય કવાત્રાએ કહ્યું હતું કે PM મોદી અને જિનપિંગ લદ્દાખમાં તૈનાત સેનાને ઘટાડવા અને તણાવ ઓછો કરવા પર સમંત થયા હતા.

આ પહેલાં નવેમ્બર 2022માં પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગે ઇન્ડોનેશિયા G-20 સમિટમાં સીમા વિવાદ પર વાત કરી હતી, જેની જાણકારી આ વર્ષે આપવામાં આવી હતી.

કોંગ્રેસે લદ્દાખમાં સૈનિકોની તૈનાતી ઘટાડવા માટે ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૂછ્યું છે કે શું આ નિર્ણય ચીનની શરતો પર લેવામાં આવ્યો છે કે ભારતની શરતો પર?

ભારતની સ્થિતિનું શું થયું જેમાં આપણે એપ્રિલ 2020 પહેલા સ્થિતિ જાળવી રાખવા માંગીએ છીએ? અમે આને બદલવા માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આવતા મહિને યોજાનારી G-20 સમિટનું નામ લીધા વિના મનીષ તિવારીએ લખ્યું કે અમે એવા વ્યક્તિની યજમાની કરીશું જેણે આપણા પ્રદેશ પર કબજો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp