26th January selfie contest

જાણો કર્ણાટકમાં જ્યાંથી રાહુલની ભારત જોડો યાત્રા થઈ ત્યાં કોંગ્રેસની શું હાલત છે

PC: twitter.com

કર્ણાટકમાં વર્ષ 1985થી જે થતું આવી રહ્યું છે તે જ થયું, એટલે કે સત્તા બદલાઈ જ ગઈ. ભાજપ સત્તાથી બહાર થઈ ગઈ તો કોંગ્રેસની વાપસી થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ, કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો જીતી લીધી છે. ભાજપને 64 સીટ મળી છે, જ્યારે જનતા દળ (S)ના ખાતામાં 19 સીટો આવી છે. 34 વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે કોઈ પાર્ટીને આટલી બધી સીટો મળી છે. આ અગાઉ વર્ષ 1978માં કોંગ્રેસે જ 178 સીટ જીતી હતી. કોંગ્રેસની આટલી મોટી જીત હાંસલ કરવા પર પાર્ટી નેતા ‘ભારત જોડો યાત્રા’ને શ્રેય આપી રહ્યા છે.

ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 22 દિવસોમાં લગભગ 500 કિલોમીટરની સફર નક્કી કરી હતી. આ યાત્રા દરમિયાન રાહુલે કર્ણાટકની 20 વિધાનસભા સીટો કવર કરી હતી. તેમાં બેલ્લારી (ST), બેલ્લારી સિટી, ગુંડલુપેટ, ચાલ્લાકેરે (ST), હીરિયુર, મોલાકામુરુ (ST), નાગામંગલા, શ્રીરંગાપટના, નંજનગુડ (SC), નરસિમ્હારાજા, વરુણા, રાયપુર ગ્રામીણ, ગુબી અને સિરામાં કોંગ્રેસની જીત થઈ છે. JD(S)ને ચામુંડેશ્વરી, ચિક્કાનયાક્કાનાહલ્લી અને તૂરુવેકોર તો ભાજપને કૃષ્ણારાજા અને રાયચૂરમાં જીત મળી છે.

જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, 20માંથી 15 સીટ કોંગ્રેસે જીતી, જ્યારે 2 ભાજપ અને 3 JDS પાસે ગઈ, જ્યારે વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે આ 20માંથી 5 સીટ જીતી હતી. સાથે જ ભાજપે 9 અને JD(S)એ 6 સીટ પર જીત હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની એન્ટ્રી 30 સપ્ટેમ્બરે થઈ હતી. કર્ણાટકમાં તેમની યાત્રા 22 દિવસ ચાલી હતી અને તેમણે 500 કિલોમીટર કરતા વધુની સફર નક્કી કરી હતી. રાહુલ ગાંધીની આ યાત્રા 7 જિલ્લા, ચામરાજનગર, મૈસૂરું, મંડ્યા, તુમકુર, ચિત્રદુર્ગા, બેલ્લોરી અને રાયચુરથી થઈને પસાર થઈ હતી.

કર્ણાટકમાં ભારત જોડો યાત્રાના પ્રદર્શનની ભૂમિકા બાબતે ન્યૂઝ જન્સી સાથે વાત કરતા જયરામ રમેશે કહ્યું કે, આ યાત્રા સંજીવનીની જેમ હતી, તેણે સંગઠનને ઉર્જા આપી અને નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે એકતા અને એકજૂથતાની ભાવના ઉત્પન્ન કરી. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ભારત જોડો યાત્રાએ ભારતીય રાજનીતિમાં એક નવા નેરેટિવની શરૂઆત કરી છે, જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી.

ત્યારબાદ યાત્રા તિરુવનંતપુરમ (કેરળ), કોચ્ચી (કેરળ), નીલંબુર (કેરળ), મૈસૂર (કર્ણાટક), બેલ્લારી (કર્ણાટક), રાયચુર (કર્ણાટક), વિકરાબાદ (તેલંગાણા), નાંદેડ (મહારાષ્ટ્ર), જલગાંવ જામોદ (મહારાષ્ટ્ર), ઈન્દોર (મધ્ય પ્રદેશ), કોટા (રાજસ્થાન), દૌસા (રાજસ્થાન), અલવર (રાજસ્થાન), બુલંદ શહર (ઉત્તર પ્રદેશ), દિલ્હી, અંબાલા (હરિયાણા), પાઠણકોટ (પંજાબ), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ-કાશ્મીર) સુધી પહોંચી. 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોથી થતા આ યાત્રા પસાર થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીએ 3,570 કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી. 136 દિવસની આ યાત્રામાં રાહુલ ગાંધીએ 12 સભાઓને સંબોધિત કરી. તો 100 કરતા વધુ કોર્નર મીટિંગ્સ અને 13 પ્રેસ કોન્ફરન્સ કરી. એ સિવાય 275 કરતા વધુ વોકિંગ ઇન્ટરેક્શન અને 100 કરતા વધુ સીટિંગ ઇન્ટરેક્શન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp