26th January selfie contest

અદાણી મામલે રાહુલ ગાંધીના સંસદમાં સ્ફોટક નિવેદનો મામલે ભાજપે આપી પ્રતિક્રિયા

PC: indiatvnews.com

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને થઈ રહેલી ચર્ચા દરમિયાન સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ PM મોદી અને ગૌતમ અદાણીને લઈને તીખી ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીના એ નિવેદન પર હવે BJPએ પલટવાર કર્યો છે. BJPના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સોમવારે રાહુલ ગાંધીના સંસદમાં આપેલા ભાષણને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે.

આ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં જે પણ કહ્યું તે ખૂબ જ શરમજનક હતું. તેમના બધા આરોપો પાયાવિહોણા છે. અમે આશા રાખી રહ્યા હતા કે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને થઈ રહેલી ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી મર્યાદાનું ધ્યાન રાખશે પરંતુ, તેમણે જે બેશરમી સાથે આરોપો લગાવ્યા છે, એ કારણે જરૂરી બની જાય છે કે તેમના અને તેમના પરિવારનું સત્ય પણ સામે લાવવામાં આવે.

રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, રાહુલ ગાંધીએ જેટલા આરોપો લગાવ્યા તે બધા ખોટાં છે. ભલે તે શ્રીલંકા વિશે હોય કે પછી ભારત વિશે, બધુ જ નિયમો અંતર્ગત થયુ છે. અન્ય ઘણા પ્રદેશોમાં પણ થયુ છે. પરંતુ, મને લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાની યાદશક્તિ સુધારવાની જરૂર છે. હું તમને યાદ અપાવવા માંગુ છું કે તમે અને તમારા માતાજી જામીન પર છો. તમારા બનેવી પણ જામીન પર છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કેટલાક સવાલો પણ પૂછ્યા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી તમે તેનો જવાબ આપો કે નેશનલ હેરાલ્ડ સ્કેન્ડલ શું છે. 90 કરોડ રૂપિયાની લોનને રાઈટ ઓફ કરી દેવામાં આવી અને નેશનલ હેરાલ્ડ જેવા જૂના વેલ નોન ન્યૂઝપેપરના બધા શેર તમારી પાસે આવી ગયા. શું દિલ્હી, શું લખનૌ, શું મુંબઈ દરેક જગ્યાએ હજારોની સંપત્તિ અને તમારી અને તમારી માતાજીની પાસે આવી ગઈ. તમે હાઈકોર્ટ ગયા હતા શું થયુ નિષ્ફળ થઈ ગયા. આજે તમે ટ્રાયલ ફેસ કરવાના છો. નેશનલ હેરાલ્ડનો મામલો એકમાત્ર એવો મામલો નથી.

એક મામલો રાજીવ ગાંધી ટ્રસ્ટનો પણ છે. અમેઠીમાં જ્યાં દોઢ વીંઘા કરતા વધુ જમીન લેવામાં આવી, કંઈ કામ ના થયુ તેને પણ CM યોગીની સરકારે રિકવર કરી. બાકી અગસ્તાવેસ્ટલેન્ડ ઘોટાળો શું છે? 2013માં એ કંપની પાસે કમિશન લેવાનો આરોપ હતો. 12 હેલિકોપ્ટર ખરીદવામાં 360 કરોડ લાંચ લેવાની વાત હતી. તેની પણ ટ્રાયલ થઈ.

હવે જરા વાડ્રા સાહેબની વાત કરીએ, તેઓ તમારા બનેવી છે. જીજાજીના DLF ઘોટાળામાં શું થયુ, કઈ રીતે 65 કરોડની વ્યાજ રહિત લોન મળી ગઈ અને જમીન પણ મળી ગઈ. તમે જે સસ્તી જમીન લીધી હતી, તેને બાદમાં તમે ભાવ વધારીને વેચી દીધી. કોલસા ઘોટાળો, આદર્શ ઘોટાળો આ બધુ શું હતું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp