જેલમાં બંધ મનીષ સિસોદીયાની EDએ 8 કલાક પૂછપરછ કરીને ધરપકડ કરી લીધી, કેજરીવાલે....

PC: ndtv.com

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની મુશ્કેલીનો અંત આવતો નથી, બલ્કે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પહેલા CBIએ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી જ છે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની પણ  એન્ટ્રી થઇ હતી અને ગુરુવારે EDએ મનીલોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની તિહાર જેલમાં 8 કલાક સુધી પુછપરછ કરીને મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી CBIના કેસમાં સિસોદીયા પહેલીથી જેલમાં જ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સામે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જનતા બધું જોઇ રહી છે.

મની લોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની 8 કલાકની પુછપરછ પછી EDએ ધરપકડ કરી લીધી છે. EDએ સિસોદીયાની ધરપકડ કરી છે એવા અહેવાલ મળતાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મનીષ સિસોદીયાની પહેલા CBIએ ધરપકડ કરી, CBIને કોઇ પુરાવા ન મળ્યા, દરોડામાં કોઇ રૂપિયા મળ્યા નહોતા. આવતીકાલે જામીન અરજી પર સુનાવણી છે અને આવતી કાલે મનીષ સિસોદીયા જામીન પર છુટી જતે. તો EDએ એ પહેલાં જ સિસોદીયાની ધરપકડ કરી લીધી. કેજરીવાલે કહ્યું કે, તેમનો એક જ આશય છે કે મનીષને કોઇ પણ સંજોગોમાં અંદર જ રાખવામાં આવે. રોજ ખોટા ખોટા કેસો  કરવામાં આવે છે. જનતા બધું જોઇ રહી છે અને જનતા જ જવાબ આપશે.

CBIએ મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી છે અને ED શરાબ કૌભાંડમાં મની લોન્ડરીંગના કેસમા જોડાઇ ગઇ છે અને બે દિવસથી સિસોદીયાની પુછપરછ કર રહી છે.મની લોન્ડરીંગ વિશે ગુરુવારે મનીષ સિસોદીયાની 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી અને પછી સિસોદીયાની ધરપકડ કરી લેવામાં આવી.

જાણવા મળેલી માહિતી મુજબ 7 માર્ચે EDએ મનીષ સિસોદીયાની 6 કલાક સુધી મેરેથોન પુછપરછ કરી હતી. એ પછી 9 માર્ચે 2 કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા, પરંતુ સિસોદીયાએ સંતોષકારક જવાબ નહીં આપતા તેમની EDએ ધરપકડ કરી હતી.

CBIએ  પહેલા શરાબ કૌભાંડના કેસમાં મનીષ સિસોદીયાની 26 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. એ પછી સિસોદીયા 7 દિવસ સુધી  CBIની કસ્ટડીમાં રહ્યા હતા. એ પછી 6 માર્ચે રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદીયાને 20 માર્ચ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એ પછી મનીષ સિસોદીયાને તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તેલંગાણાના મુખ્યમંત્રી  KCR ની પુત્રી કવિતા પણ દિલ્હી શરાબ પોલિસીમાં કથિત કૌભાંડમાં સામેલ છે. ED આ મામલે 11 માર્ચે તેલંગાણાના CM KCR ની પુત્રી કવિતાની પૂછપરછ કરશે. અગાઉ આ તપાસ 9 માર્ચે થવાની હતી, પરંતુ કવિતાએ ED પાસે સમય માંગ્યો હતો, જે આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp