બંગાળમાં પંચાયત ચૂંટણી લઇને મમતા દીદીને મોટો ઝાટકો

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યના દરેક જિલ્લામાં કેન્દ્રીય બળોની તૈનાતી કરવામાં આવે. તેની સાથે જ રાજ્ય સરકાર પર સખત ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી કરાવવી. હિંસા કરાવવાનું લાઇસન્સ નથી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે કહ્યું કે, હાઇકોર્ટના દિશા નિર્દેશ રાજ્યના ચૂંટણી આયોગને ચૂંટણી કરાવવાની જવાબદારી પૂરી કરવામાં મદદ કરશે.
પીઠે કહ્યું કે, હાઇકોર્ટ નિર્દેશ આપી એ સુનિશ્ચિત કરશે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ગેર સંવેદનશીલ ક્ષેત્રોમાં પણ કરાવવામાં આવે. કોલકાતા હાઇ કોર્ટે 48 કલાકમાં દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા બળની તૈનાતીના આદેશ આપ્યા હતા. તેની વિરુદ્ધ રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાજ્ય સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે, 13 જૂનના રોજ ચૂંટણી પંચ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર સાથે અસેસમેન્ટ કરી રહ્યું હતું, પરંતુ 15 જૂનના રોજ હાઇકોર્ટે 48 કલાકમાં અર્ધસૈનિક બળોને તૈનાત કરવાનો આદેશ આપી દીધો હતો.
જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું કે, અત્યારે ત્યાં ગ્રાઉન્ડ સિચુએશન શું છે? સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે, 8 જુલાઈએ ચૂંટણી થવાની છે. આજે નામ પાછા લેવાની છેલ્લી તારીખ છે. આખા રાજ્યમાં 189 મતદાન કેન્દ્ર સંવેદનશીલ છે. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, અમે સુરક્ષાને લઈને પૂરી રીતે તૈયાર છીએ. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે જો લોકોને એ વાતની આઝાદી પણ નથી કે તે નામાંકન પત્ર દાખલ કરી શકે કેમ કે તેમની હત્યા થઈ રહી છે તો પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત પર સવાલ ન ઊઠતો. હાઇકોર્ટે હિંસાની એવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખતા એવો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, ચૂંટણી કરાવવી હિંસા કરાવવાનું લાઇસન્સ નથી. નિષ્પક્ષ, નિર્ભય અને સ્વતંત્ર ચૂંટણી જ જમીની સ્તરના લોકતંત્રની ઓળખ છે. બંગાળ સરકારના વકીલે કહ્યું કે, વર્ષ 2013માં રાજ્ય સરકારે કેન્દ્રીય બળ પોતે મંગાવ્યું હતું, વર્ષ 2013માં એ સ્થિતિ હતી તે વર્ષ 2023માં નહીં થઈ શકે. સુપ્રીમે પૂછ્યું કે રાજ્ય ચૂંટણી પંચે અત્યાર સુધી શું કર્યું છે. રાજ્ય ચૂંટણી પંચના વકીલ મિનાક્ષી અરોડાએ કહ્યું કે, સંવેદનશીલ બૂથની ઓળખ કરવામાં આવી રહી છે, એ કહેવું ખોટું છે કે ચૂંટણી પંચે અત્યાર સુધી કશું જ કર્યું નથી. બંગાળ સરકારે કહ્યું કે, આ નિર્ણય લેવા માટે રાજ્ય સરકારના પરામર્શ સાથે રાજ્ય ચૂંટણી પંચ ભલામણ કરે છે. તેના પર કોઈ નિર્ણય થોપી નહીં શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp