ગદર-2ના પ્રમોશનમાં વ્યસ્ત સાંસદ સની દેઓલનો તેમના મત વિસ્તારમાં કેમ બોયકોટ, જાણો

PC: mensxp.com

બોલિવુડ અભિનેતા સની દેઓલની ગદર-2 ફિલ્મ સુપરહીટ રહી છે અને તેણે બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે,પરંતુ ગુરદાસપુરના લોકો સની દેઓલથી નારાજ છે અને તેઓ દેઓલનો બોયકોટ કરી રહ્યા છે.ગુરદાસપુરના લોકો કહી રહ્યા છે કે સની પાજીએ રાજીનામું આપી દેવું જોઇએ.

ગુરદાસપુરને એ બાબતનું માન છે કે આ સંસદીય ક્ષેત્રમાંથી બોલિવુડના બે સ્ટાર્સ સાંસદ રહી ચૂક્યા છે.એકવાર નહીં, ઘણી વખત. દિવંગત સુપરસ્ટાર વિનોદ ખન્ના આ સીટ પરથી 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં ફિલ્મ સ્ટાર સની દેઓલ ગુરદાસપુરના સંસદ સભ્ય છે.

અત્યારે અભિનેતા સની દેઓલની ગદર-2 આખા દેશ સહિત પાકિસ્તાનમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ ગુરુદાસપુરના લોકો તેમના પોતાના સાંસદથી નારાજ નજરે પડી રહ્યા છે.

સ્થાનિક લોકોનો આક્રોશ છે કે ગુરુદાસપુરનો તમામ વિસ્તાર વરસાદમાં જળમગ્ન થઇ ગયો છે, પરંતુ સાંસદ સની દેઓલને તેની ફિલ્મની ચિંતા છે. લોકોનો આરોપ છે કે સાંસદ બન્યા પછી સની દેઓલે આ વિસ્તારનું કોઇ કામ કર્યું નથી અને લોકસભામાં જઇને સંસદીય ક્ષેત્રના લોકો માટે અવાજ પણ ઉઠાવ્યો નથી.

ગુરુદાસપુર પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલું છે. અહીંના લોકોનું કહેવું છે કે સની દેઓલ ફિલ્મોમાં જે કરે છે, તે લોકો માટે પણ કરે. લોકોનો આરોપ છે કે સની દેઓલ પરેશાન લોકોના ફોન પણ રિસીવ કરતા નથી.

આ વિસ્તારના યુવાનોએ વ્યથા ઠાલવતા કહ્યું કે, આ વિસ્તારની પ્રજાએ 2 સ્ટારને અનેક વખત સાંસદ બનાવ્યા, પંરતુ આ વિસ્તારમાં હજુ સુધી એક પણ સિનેમાઘર બનાવી શક્યા નથી.

ગુરદાસપુરના સ્થાનિક લોકોનું કહેવું છે કે ભલે ગદર-2 ધૂમ મચાવતી હોય, પરંતુ અમે સની પાજીનો બોયકોટ કરીએ છીએ. લોકસભાની ચૂંટણી જીત્યા પછી સની દેઓલ ક્યારેય અમારા વિસ્તારની તપાસ કરવા આવ્યા નથી. લોકોએ કહ્યું કે, જો સાંસદ સની દેઓલ ગુરદાસપુર માટે કોઇ કામ ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપીને ફુલટાઇમ ફિલ્મોમાં કામ કરવું જોઇએ.

વર્ષ 2019માં ગુરદાસપુરથી ભાજપની ટિકીટ પર સાંસદ તરીકે જીત્યા પછી સની દેઓલની લોકસભામાં હાજરી માત્ર 19 ટકા છે, જ્યારે અન્ય સાંસદોની એવરેજ હાજરી 79 ટકા છે.સંસદમાં થતી કોઇ પણ ચર્ચામાં સની દેઓલે હજુ સુધી ભાગ લીધો નથી.એટલું જ નહીં સાંસદ તરીકે તેમણે અત્યાર સુધીમાં માત્ર એક જ સવાલ પુછ્યો છે. તેમણે પ્રાઇવેટ મેમ્બર બિલ પણ ક્યારેય રજૂ કર્યું નથી.ગુરુદાસપુરની જનતાએ સની દેઓલને 80,000ના જંગી મતથી જીતાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp