દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા, 22.50 કરોડનું કૌભાંડ

PC: livemint.com

મહેસાણા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. લગભગ 10 વર્ષ પછી 22.50 કરોડના કૌભાંડમાં ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવી છે.

શંકરસિંહ વાઘેલાના કહેવાથી ભાજપમાં આવેલા વિપુલ ચૌધરી ધારાસભ્ય પણ બન્યા હતા અને રાજયના ગૃહ મંત્રી પણ હતા. ચૌધરી દુધસાગર ડેરીના ચેરમેન પણ હતા, તે વખતે સાગર દાણ કૌભાંડના આરોપમાં તેમને ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા. વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાનું સાગર દાણ કૌભાંડ બહાર આવ્યું હતું અને વિપુલ ચૌધરી સહિત કુલ 22 સામે વર્ષ 2014માં ફરિયાદ થઇ હતી.

વિપુલ ચૌધરીએ આ કેસમાંથી બહાર આવવા માટે ઘણા હવાતિયા માર્યા હતા અને સરકાર પર પ્રેસર પણ ઉભું કર્યું હતું, પરંતુ આખરે મહેસાણા કોર્ટે ગુરુવારે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર કર્યો છે. કુલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે અને 19 સામે આરોપો સાબિત થયા છે. કોર્ટે 4ઓરોપીઓને 50,000ના જામીન પર છોડ્યા છે.

સાગરદાણ કૌભાંડના આરોપી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં 21 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણુંક કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓને સજા કરવામાં આવી છે, તમાં પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન, પૂર્વ એમ.ડી. નિશિથ બક્ષી, પ્રથમેશ પટેલ, રશ્મિકાંત , મોદી,ચંદ્રિકાબેન,ઝેબરબેન રબારી, જોઇતા ચૌધરી, જયંતિ પટેલ, કરસન રબારી, જેઠાજી ઠાકોર, વીરેન્દ્ર સિંહ ઠાકોર, ઇશ્વર પટેલ, ભગવાન ચૌધરી, દિનેશ ચૌધરીનો સમાવેશ થાય છે.

વિપુલ ચૌધરીને જે કેસમાં સજા થઇ છે તે સાગર દાણ કૌભાંડમાં એવું થયું હતું કે વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે વિપુલ ચૌધરીએ મફતમાં સાગર દાણ મોકલી આપ્યું હતું, જેને કારણે દુધસાગર ડેરીને 22.50 કરોડનું નુકશાન થયું હતું. મહેસાણા દુધસગાર ડેરીએ મહારાષ્ટ્ર સરકારને કોઇ પણ લેખિત મંજૂરી વગર સાગર દાણ મોકલવાને કારણે 2014માં વિપુલ ચૌધરી સહિત 22 સામે પોલીસમાં ફરિયાદ થઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વિપુલ ચૌધરીએ બનાવેલી અર્બુદા સેનાએ સરકાર પર પ્રેસર ઉભું કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ કારી તેમની ફાવી નહીં. અને મહેસાણા કોર્ટે હવે 7 વર્ષની સજા ફરમાવી દીધી છે.  સાથે 15 આરોપીઓને પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp