ઈમરાન ખાનની ધરપકડ, કોર્ટ રૂમથી ઉઠાવી લઈ ગયા પાક. રેન્જર્સ

PC: dawn.com

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ થઈ ગઈ છે. પાકિસ્તાની રેન્જર્સે કોર્ટ રૂમથી જ ઈમરાન ખાનની ધરપકડ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ઇન્ટેલિજેન્સ એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે, મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યા કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન ખાનના આ નિવેદન માટે પાકિસ્તાની સેનાએ તેમને ફટકાર લગાવી હતી.

પાકિસ્તાની મીડિયા મુજબ, ઇસ્લામાબાદ હાઇ કોર્ટ બહાર રેન્જર્સ દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. અહીં ઈમરાન ખાન પોતાની વિરુદ્ધ નોંધાયેલા કેટલાક કેસોમાં જામીન લેવા પહોંચ્યા હતા. ઈમરાન ખાનની પાર્ટી PTIના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. પાર્ટીનો દાવો છે કે ઈમરાન ખાનના વકીલ કોર્ટ પરિસરમાં માઠી રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈમરાન ખાનની પાર્ટી PTIના વકીલ ફૈઝલ ચૌધરીએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનની એક અન્ય ન્યૂઝ વેબસાઇટ Geo ટીવી પર દાવો કરવામાં આવી રહ્યો છે કે NABએ ઇસ્લામાબાદ હાઇ કોર્ટથી ઈમરાન ખાનની ધરપકડ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, PTIના ચેરમેનને અલ-કાદિર ટ્રસ્ટના કેસમાં રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. PTIના વાઇસ પ્રેસિડેન્ટ ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદ હાઇ કોર્ટ રેન્જર્સથી ભરાઈ ગઈ છે અને વકીલોને ટૉર્ચર કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઈમરાન ખાનની કારને રેન્જર્સે ઘેરી લીધી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ્સ પર કહેવામાં આવ્યું કે, ઈમરાન ખાનને રેન્જર્સ અજાણી જગ્યા પર લઈ ગયા છે.

એક અન્ય ટ્વીટમાં ફવાદ ચૌધરીએ કહ્યું કે, ઈમરાન ખાનનું કોર્ટ પરિસરમાંથી અપહરણ કરી લેવામાં આવ્યું છે. ઈમરાન ખાનને લોકો અજાણી જગ્યા પર લઈ ગયા છે. PTIના અજહર મશવાનીએ આરોપ લગાવ્યો કે, રેન્જર્સે ઈમરાન ખાનને કોર્ટની અંદરથી કિડનેપ કરી લીધા. પાર્ટીએ તાત્કાલિક આખા પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે. આ અગાઉ PTIના નેતા મુસર્રત ચીમાએ એક વીડિયો મેસેજમાં કહ્યું કે, રેન્જર્સ ઈમરાન ખાનને ટૉર્ચર કરી રહ્યા છે, તેઓ ઈમરાન ખાનને મારી રહ્યા છે. તેમણે ઈમરાન ખાનને કંઈક કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp