90 વર્ષની વયે પૂર્વ PM રાજ્યસભામાં વ્હીલચેર પર પહોંચ્યા, ભાજપા બોલી શરમ

PC: hindustantimes.com

રાજ્યસભામાં સોમવારે મોડી રાતે દિલ્હી સેવા બિલ પર થઇ રહેલી ચર્ચામાં ભાગ લેવા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ વ્હીલચેર પર સંસદ પહોંચ્યા હતા. અસ્વસ્થ હોવા છતાં સંસદમાં આવવાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપાએ તેનો મુદ્દો બનાવ્યો છે. એકબાજુ વિપક્ષી ગઠબંધનના નેતાઓ આની પ્રશંસા કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી આને શરમજનક માની રહી છે.

AAPએ કરી પ્રશંસા

પૂર્વ પ્રધાનમંત્રીના વ્હીલચેર પર આવવાથી કોંગ્રેસ અને ભાજપાની વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઇ છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ 90 વર્ષીય કોંગ્રેસ નેતાની પ્રસંસા કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે આજે રાજ્યસભામાં ડૉ. મનમોહન સિંહ પ્રામાણિકતાની મિશાલ બની ઊભા થયા અને ખાસ કરીને કાળા બિલ સામે વોટ કરવા આવ્યા. લોકતંત્ર અને બંધારણ પ્રત્યે તેમની અતૂટ કટિબદ્ધતા પ્રેરણાદાયી છે. આપ સાંસદે પૂર્વ પ્રધાનમંત્રીના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે જ કહ્યું કે, હું દિલથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

ભાજપા બોલી...

તો બીજી બાજુ દેશની સૌથી જૂની પાર્ટીની ટીકા કરતા ભાજપાએ કહ્યું કે, કોંગ્રેસની આ સનક દેશ યાદ રાખશે. માત્ર પોતાનું ગઠબંધન જીવિત રાખવા માટે કોંગ્રેસે સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રીને મોડી રાતે સ્વાસ્થ્યની આવી સ્થિતિમાં વ્હીલચેર પર બેસાડી રાખ્યા. આ ખૂબ જ શરમજનક છે.

કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે, ડૉક્ટર સાહેબનું લોકતંત્ર પ્રત્યે આટલું સમર્પણ આ દેશના બંધારણમાં તેમના વિશ્વાસનું પ્રમાણ છે. ભાજપાએ પોતાના વૃદ્ધ નેતાઓને ભલે માનસિક કોમામાં ધકેલી દીધા હોય, પણ અમારામાં મોટા અમારી પ્રેરણા અને આત્મવિશ્વાસ છે. કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપાને કટાક્ષ કરતા આગળ કહે છે, પોતાના આકાને કહો કે કંઇક શીખે- ભાગેડુ ન બને.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઉપરાંત વિપક્ષે પોતાની સંખ્યા વધારવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના બીમાર સિભુ સોરેનને પણ સંસદમાં બોલાવ્યા અને બિલ સામે 102 સાંસદોનું સમર્થન મળ્યું.

જણાવીએ કે, રાજ્યસભામાં સોમવારે દિલ્હી સેવા બિલ, 2023 પર ચર્ચા થઇ હતી. ત્યાર પછી દેશના હોમ મિનિસ્ટર અમિત શાહે જવાબ આપ્યા અને આ બિલને લઇ સંસદમાં વોટિંગ થઇ. વિપક્ષના નેતાઓ તરફથી પ્રસ્તાવિત કરવામાં આવેલ બધી દલીલ નકારી દેવામાં આવી. બિલ પર થયેલ મતદાનમાં પક્ષમાં 131 અને વિપક્ષમાં 102 વોટ પડ્યા. તેની સાથે જ રાજ્યસભામાંથી પણ દિલ્હી સેવા બિલને લઇ મંજૂરી મળી ગઇ. લોકસભામાં પહેલેથી જ આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp