દુનિયાના સૌથી પાવરફુલ માણસને શું થયું છે, એકવાર પડી ગયા બીજી વખત માથું ટકરાયું

PC: livemint.com

દુનિયાના સૌથી પાવરફુલ માણસ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ગુરુવારે એક જ દિવસમાં 2 ઘટના બની છે અને તે પણ એક જ કલાકના અંતરે. રાષ્ટ્રપતિ જો બાઇડન પહેલાં સ્ટેજ પરથી ગબડી પડ્યા હતા અને બીજી વખત વિમાનમાંથી નિકળતી વખતે તેમનું માથું દરવાજા સાથે ટકરાયું હતું. બંને ઘટનાની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જો બાઇડને શનિવારે અમેરિકાને નાદાર થતું અટકાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

અમેરિકી પ્રમુખ જો બાઇડન સ્ટેજ પર ઠોકર ખાઈને પડી ગયાના એક કલાક પછી બીજા અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્લેનમાંથી નીકળતી વખતે તેનું માથું દરવાજા સાથે અથડાયું. જો કે આમાં તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.લોકો તેના સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો બાઇડન 80 વર્ષના છે.

અમેરિકન રાષ્ટ્રપતિનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ ઘટનાને વ્હાઈટ હાઉસના સાઉથ લૉનમાં બિડેનની રાહ જોઈ રહેલા પત્રકારોએ લાઈવ જોઈ હતી. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી રહ્યા હતા. જો કે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ અકસ્માતમાં તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે આરામથી પ્લેનમાંથી ઉતરી રહ્યા છે.

આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે સ્ટેજ પર રાખવામાં આવેલી સેંડબેંગને કારણે તેઓ ગડથોલિયું ખાઇ ગયા હતા. તેમણે પત્રકારોને કહ્યું હતું કે,આ વિષય પર કોઈ પ્રશ્ન પૂછશો નહીં. નોંધપાત્ર વાત એ છે કે આના થોડા કલાકો પહેલા જ ગુરુવારે જો બાઇડન અમેરિકન એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં ભાગ લેવા કોલોરાડો પહોંચ્યા હતા, ત્યાં તેઓ પડી ગયા હતા. આ ઘટના અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ બિલકુલ સ્વસ્થ છે, તેમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

સ્ટેજ પર પડતા વિડિયોમાં એ પણ જોઈ શકાય છે કે બાઇડનની પાસે ઉભેલા અધિકારીઓએ તરત જ તેમને સંભાળી લીધા હતા અને તેમને ફરી ઉભા કરવામાં મદદ કરી હતી.જે બાદ બાઇડન કોઈ પણ ટેકા વગર ચાલતા જોવા મળ્યા હતા. તેમણે બાકીના કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉભા થઈને લોકોનું અભિવાદન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp