પહેલા અદાણી, પછી DyCM ફડણવીસ... રાજ ઠાકરેએ એક દિવસમાં બે બેઠકો કરી

PC: pkbnews.in

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે રાજ્યના DyCM દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મળ્યા હતા. બંને નેતાઓએ મળીને લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. આ બેઠક પહેલા રાજ ઠાકરે મંગળવારે સાંજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. ગૌતમ અદાણીએ રાજ ઠાકરે સાથે તેમના દાદર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ એક જ દિવસમાં બે મહત્વપૂર્ણ બેઠકો કરી છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રાજ ઠાકરે અને DyCM દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને મળ્યા હતા.

દિવાળીની પૂર્વસંધ્યાએ, MNS વડા રાજ ઠાકરેએ CM એકનાથ શિંદે અને DYCM દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવાજી પાર્કમાં પાર્ટી દ્વારા આયોજિત દીપ ઉત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે CM એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી અહીં સાથે આવવા ઈચ્છતા હતા, પરંતુ કેટલાક કારણોસર આવું થઈ શક્યું નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, રાજ ઠાકરે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ ઓક્ટોબર મહિનામાં જ બે વાર મળ્યા હતા. જાણકારોનું માનીએ તો, બંને નેતાઓની બેઠક BMC ચૂંટણીમાં બંને પક્ષોના ગઠબંધન તરફ સંકેત આપી રહી છે.

MNS અને BJP નેતા વચ્ચે વધતી જતી નિકટતા વચ્ચે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં BJP બાલાસાહેબચી શિવસેના અને MNS મહા વિકાસ અઘાડી, જેમાં ઉદ્ધવની શિવસેના, NCP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, સામે ટક્કર થશે. જો કે MNS નેતા સંદીપ દેશપાંડે પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, અમે આગામી ચૂંટણીની તૈયારી પોતાના દમ પર પુરી તાકાત સાથે કરી રહ્યા છીએ. જો કે ભવિષ્યમાં શું થશે તેની આગાહી કરી શકાતી નથી, કારણ કે અમારી પાર્ટીના સુપ્રીમો રાજ ઠાકરે અંતિમ નિર્ણય લેશે અને અમે તેનું પાલન કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે છેલ્લા દોઢ દાયકાથી એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે અને તેનો તેમને અત્યાર સુધી કોઈ ખાસ ફાયદો મળ્યો નથી. આવી સ્થિતિમાં જો રાજ ઠાકરે BJP સાથે હાથ મિલાવશે તો કદાચ તેમની પાર્ટીને સારી લીડ મળી શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp