‘ટોઇલેટ જવાનું પણ પાણી નથી, વીજળી તો..’ મંત્રીજી સામે ગુસ્સે થયા પૂર પીડિત લોકો

PC: aajtak.in

ભારે વરસાદ બાદ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં PWD મંત્રી જિતિન પ્રસાદ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક પીડિતે પોતાની પરેશાની એવી સંભળાવી કે મંત્રીજી સહિત ત્યાં ઉપસ્થિત બધા લોકો નીચે જોઇ ગયા. પોતે મંત્રીએ પણ તાત્કાલિક આશ્વાસન આપતા ત્યાંથી આગળ વધી ગયા. પીડિત વ્યક્તિએ દેશી અંદાજમાં કહ્યું કે, સાહેબ, તમારા આવવાથી 2 મિનિટ અગાઉ વીજળી આવી હતી. પાણીની એટલી પરેશાની છે કે ટોઇલેટ પણ જઈ શક્યા નથી. વ્યક્તિએ કહ્યું કે લાગે છે કે તમને દેખાડવા માટે વીજળી આવી હતી.

વ્યક્તિની વાત સાંભળીને મંત્રી જિતિન પ્રસાદ એમ કહેતા આગળ વધી ગયા કે જોવડાવીએ છીએ, ચિંતા ન કરો. તેમની સાથે ચાલી રહેલા DM અને SDM સહિત અન્ય અધિકારી પણ માથું નમાવીને આગળ વધી ગયા. ઉલ્લેખનીય છે કે 3 દિવસથી જમુરિયા નાળામાં આવેલા પૂરથી અડધું શહેર પાણી પાણી થઈ ગયું છે, જેથી વીજળી અને પાણીની સમસ્યા સામાન્ય લોકોમાં અનુભવાઈ રહી છે. વરસાદ બાદ શહેરમાં જમુરિયા નાળામાં આવેલા અચાનક પૂરથી શહેરની એક લાખ વસ્તી પ્રભાવિત થઈ છે.

3 દિવસ બાદ જ્યારે પાણી ઓછું થયું તો જિલ્લાના પ્રભારી મંત્રી જિતિન પ્રસાદે પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી. અધિકારીઓને નિર્દેશ પણ આપ્યા, પરંતુ સ્થિતિ જેમની તેમ બનેલી છે. પાણી ઓછું થવા છતા ઘણા વિસ્તારોમાં અત્યારે પણ પાણી ભરાયેલું છે. વીજળીની સમસ્યા ચોથા દિવસે પણ યથાવત છે. અત્યારે પણ સેકડો પરિવાર પોતાનું ઘર છોડીને ગયા નથી. અલગથી બીમારી પોતાના પગ પેસારો કરી રહી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જિલ્લાના DM અને SDM ફોન ઊપડતા નથી, જેની ફરિયાદ પીડિતોએ મંત્રીને કરી.

મંત્રી જિતિન પ્રસાદ જ્યારે PWDના ગેસ્ટ હાઇસ પહોંચ્યા તો ત્યાં વેપારીઓએ ઘેરી લીધા. બધાએ વીજળી અને પાણીની સમસ્યા સાથે અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડવાની ફરિયાદ કરી. જેના પર મંત્રીએ આશ્વાસન આપીને બધાને શાંત કર્યા. મંત્રી પાસે વેપારી મંડળના વેપારી પણ આવી ગયા અને બોલ્યા-સાહેબ, અમારા લોકોની દુકાનોનો લાખોનો સામાન પાણીમાં ડૂબીને ખરાબ થઈ ગયો છે, જેટલો માલ ખરાબ થયો છે તેના પર GST ન લેવામાં આવે. બધાની ફરિયાદ સાંભળીને મંત્રીએ જણાવ્યું કે, સ્થિતિની મુલાકાત લીધી છે. બધા અધિકારીઓને સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ બેદરકારી થશે તો આ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp