
પૂર્વ કોંગ્રેસી નેતા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે PM મોદીને ઉદાર ગણાવતા કહ્યું કે, વિપક્ષના નેતા તરીકે મેં તેમનો ઘણીવાર વિરોધ કર્યો પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખી. તેમણે હંમેશાં જ એક રાજનેતા જેવો વ્યવહાર રાખ્યો. ગુલામ નબી આઝાદે કહ્યું, મેં તેમની સાથે જે કર્યું, તેના માટે મારે મોદીને શ્રેય આપવો જોઈએ. તેઓ ખૂબ જ ઉદાર છે. વિપક્ષના નેતાના રૂપમાં મેં ક્યારેય પણ તેમને નથી છોડ્યા, ભલે તે ધારા 370 હોય કે પછી CAA અથવા હિજાબ હોય. તેમણે કહ્યું કે, મેં તેમની ઘણી બિલ યોજનાઓને સંપૂર્ણરીતે ફેલ કરી દીધી પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવનાથી નહીં પરંતુ, એક રાજનેતા તરીકે જ વ્યવહાર કર્યો. તેમણે તેનો બદલો નથી લીધો અને તેના માટે મારે તેમના વખાણ કરવા જોઈએ.
આ સાથે જ ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસમાં રહેવા દરમિયાન તેમના પર અને G-23 ગ્રુપના નેતાઓ પર BJPના નજીકના હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે કહ્યું કે, આવા આરોપો લગાવનારા લોકો મૂરખ છે. જો G-23 ગ્રુપ BJPના પ્રવક્તા તરીકે કામ કરતું હોત તો શું કોંગ્રેસ પાર્ટી એ નેતાઓને સાંસદ બનાવતે? આખરે તેમને મહાસચિવ, પ્રવક્તા અને પાર્ટીમાં અન્ય પદાધિકારી શા માટે બનાવવામાં આવ્યા? તેમણે કહ્યું કે, ગ્રુપમાં સામેલ નેતાઓમાંથી માત્ર હું જ એકલો છું, જેણે પોતાની પાર્ટી બનાવી અને બાકીના નેતા ત્યાં જ છે. આથી, આ પ્રકારના આરોપ ખૂબ જ દુર્ભાવનાપૂર્ણ, અપરિપક્વ અને બાલિશ છે.
I must give credit to Modi for what I did to him. He was too generous. As Leader of the Opposition I did not spare him on any issue be it Article 370 or CAA or hijab. I got some bills totally failed but I must give him the credit that he behaved like a statesman, not taking… pic.twitter.com/RFyd6PYwU8
— ANI (@ANI) April 4, 2023
ગુલામ નબી આઝાદે ગત વર્ષે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો અને જમ્મૂ-કાશ્મીરમાં પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું ગઠન કરી લીધુ હતું. તેમણે પાર્ટી છોડવા દરમિયાન કોંગ્રેસની દુર્ગતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ 2013માં જે અધ્યાદેશ ફાડ્યો હતો, તેના કારણે તેમની છબિ ખરાબ થઈ હતી. કોંગ્રેસમાં ચાપલૂસોને મહત્ત્વ મળવા અને જૂના લોકોને સાઇડમાં કરવાનો આરોપ પણ ગુલામ નબી આઝાદે લગાવ્યો હતો. તેમણે સોનિયા ગાંધીના નામ પર લખેલા પોતાના રાજીનામા પત્રમાં આ તમામ આરોપો લગાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp