પાક.ના પૂર્વ જનરલ બાજવા હીરોઈનો સાથે માણતા હતા સેક્સ-પૂર્વ ઓફિસરના આરોપથી ખળભળાટ

PC: indiatvnews.com

પાકિસ્તાન આર્મીના એક પૂર્વ અધિકારીએ પૂર્વ જનરલ બાજવા સામે ગંભીર આરોપો લગાવીને સનસનાટી મચાવી દીધી છે. આ અધિકારીએ એક વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે બાજવા 4 હીરોઇનો સાથે સેક્સ માણતા અને તેમનો હનીટ્રેપમાં પણ ઉપયોગ કરતા હતા.

ADIL RAZA

પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અંગેના નવા દાવાઓએ સનસનાટી મચાવી દીધી છે. પાકિસ્તાની સેનાના એક પૂર્વ અધિકારીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ બાજવાએ હની ટ્રેપ માટે પાકિસ્તાની હિરોઈનનો ઉપયોગ કર્યો હતો. પૂર્વ અધિકારી આદિલ રાજાએ કહ્યું છે કે, કમર જાવેદ બાજવા અને પૂર્વ ISI ચીફ જનરલ ફૈઝ હિરોઈનોને બોલાવતા હતા અને તેમની સાથે સેક્સ માણતા હતા. આ હિરોઈનોનો ઉપયોગ રાજકીય વિરોધીઓ અને અન્યોને ફસાવવા માટે પણ થતો હતો.

નિવૃત્ત મેજર આદિલ રાજા પાકિસ્તાની સેનામાંથી નિવૃત્ત થયેલા લોકોના સંગઠનના પ્રવક્તા રહી ચૂક્યા છે. લંડનમાં રહેતા આદિલ રાજાના આ વીડિયોએ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાના વીડિયોમાં રાજાએ કહ્યું છે કે, પાકિસ્તાની સેનાના અધિકારીઓ પોતાના ફાયદા માટે ટોપ મોડલ અને હિરોઈનોનો ઉપયોગ કરે છે.

મોટા નેતાઓ અને શક્તિશાળી હોદ્દા પરના લોકોને ફસાવવા માટે આ હિરોઈનોને મોકલવામાં આવે છે અને તેમના વીડિયો બનાવવામાં આવે છે. તે વીડિયોના આધારે બ્લેકમેલિંગ કરવામાં આવે છે. આદિલ રાજાએ એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાનમાં આ બધું લાંબા સમયથી ચાલી રહ્યું છે.

આદિલ રાજાએ પોતાના વીડિયોમાં હિરોઈનોના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ માટે તેમણે કોડવર્ડનો ઉપયોગ કરીને MH, SA અને MK જેવા નામો બોલ્યા છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આદિલ રાજાના આ વીડિયોને મેહવિશ હયાત, માહિરા ખાન, સજલ અલી અને કુબરા ખાનના નામ સાથે શેર કરી રહ્યા છે. આદિલ રાજાએ આ દાવાઓ પર કહ્યું છે કે, તેમણે આપેલા નામોની ઘણી મોડલ અને હિરોઈન પાકિસ્તાનમાં છે.

આદિલ રાજાના નિવેદન અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ અભિનેત્રી સજલ અલીએ કહ્યું છે કે, તેના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. કુબ્રા ખાને કહ્યું છે કે તે આદિલ રાજા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. આ વીડિયો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp