જનતા કોંગ્રેસને વોટ આપવા માગે છે, પણ સંગઠનની નબળાઇથી એમ કરી શકતી નથી: દિગ્વિજય

PC: zeenews.india.com

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના થોડા જ મહિના અગાઉ કોંગ્રેસના મોટા નેતા દિગ્વિજય સિંહે પાર્ટીના હાઇકમાનને અરીસો દેખાડ્યો છે. દિગ્વિજય સિંહે સૂચનો આપ્યા છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, એ તો એ પોલિંગના દિવસે પણ કોંગ્રેસનું ઇલેક્શન મેનેજમેન્ટ નબળું રહે છે. મધ્ય પ્રદેશના સિહોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને એ સ્વીકારવામાં જરાય સંકોચ નથી કે અમારી કોંગ્રેસ પાર્ટીનું જેવું સંગઠન હોવું જોઈએ, એવું નથી.

તેમણે આગળ કહ્યું કે, એમ પણ માનવામાં સંકોચ ન હોવો જોઈએ કે આપણાં મતદાનના દિવસે અમારા પોલિંગ મેનેજમેન્ટની પણ ભારે કમી રહે છે. જે પ્રકારની તૈયારીઓ હોવી જોઈએ, એ પ્રકારની તૈયારી હોતી નથી. કોંગ્રેસના ઇલેક્શન મેનેજમેન્ટની કમીઓ ગણાવતા દિગ્વિજય સિંહે કહ્યું કે, જનતા અમને વોટ આપવા માગે છે, પરંતુ અમારા સંગઠનની નબળાઇના કારણે તે એમ કરી શકતી નથી. જો કે, કોંગ્રેસ નેતાએ એ સ્પષ્ટ ન કર્યું કે આ કમીઓ કયા પ્રકારની છે.

થોડા જ મહિનામાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહ એ સીટો પર સતત પ્રવાસ કરી રહ્યા છે, જ્યાં પાર્ટી વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી અને એ સીટો પર પાર્ટીની દાવેદારીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે એવી 66 સીટોની લિસ્ટ બનાવી છે. એ સિલસિલામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

દિગ્વિજય સિંહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરતા કહ્યું કે, તેમણે ખૂબ જ સારી રીતે આખા રાજ્યની વિધાનસભા સીટોને સેક્ટર અને મંડળોમાં વહેંચી છે. એક મંડળમાં 10-15 પોલિંગ બૂથ આવશે, જ્યારે એક સેક્ટરમાં 3-5 પોલિંગ બૂથ હશે. એવી જ વિધાનસભા ક્ષેત્રની હારેલી સીટો પર રાજ્યનો પ્રવાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને કમલનાથને સોંપવામાં આવશે. ત્યારબાદ નવી રણનીતિ બનાવવામાં આવશે.

મીડિયાના સવાનાનો જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની ગઈ હતી, પરંતુ કેટલાક લોકો વેચાઈ ગયા. જે ગરીબ ધારાસભ્ય હતા તે ન વેચાયા, પરંતુ જે મહારાજા ટાઇપ હતા તેઓ વેચાઈ ગઈ, જેના કરણે સરકારી જતી રહી. જો કોંગ્રેસ પાર્ટીના બધા લોકો એકજૂથ હોત તો ખેડૂતોનું દેવું માફ થઈ જતું. વીજળીની દરો પણ ન વધતી. આ વખત ફરી જનતા પરિવર્તન માગે છે. આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર મધ્ય પ્રદેશમાં બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp