આ દેશના પૂર્વ PMએ 53 વર્ષ નાની ગર્લફ્રેન્ડના નામે કરી દીધી 900 કરોડની સંપત્તિ

PC: bloomberg.com

ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની પોતાની ગર્લફ્રેન્ડ માટે 900 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. ‘ધ ગાર્જિયન’ના રિપોર્ટ મુજબ સિલ્વિયો બર્લુસ્કોની પોતાની વરસાઇમાં ગર્લફ્રેન્ડ માર્ટા ફેસ્સીના માટે 100 મિલિયન યુરો એટલે કે લગભગ 900 કરોડ રૂપિયા સુધીની સંપત્તિ છોડીને ગયા છે. ગયા મહિને જ 86 વર્ષીય સિલ્વિયો બર્લુસ્કોનીનું નિધન થઈ ગયું હતું. 3 વખત ઈટાલીના વડાપ્રધાન રહેલા સિલ્વિયો બર્લુસ્કોનીની કુલ સંપત્તિ 6 અબજ યુરોની આસપાસ બતાવવામાં આવે છે.

માર્ટા ફેસસિના અને સિલ્વિયો બર્લુસ્કોનીના સંબંધ વર્ષ 2020માં શરૂ થયા હતા. કાયદાકીય રૂપે સિલ્વિયો બર્લુસ્કોની અને ફેસસિનાના લગ્ન થયા નહોતા, પરંતુ તેઓ પોતાની પત્ની કહીને જ સંબોધિત કરતા હતા. મૃત્યુ પામવા અગાઉ પણ કહેવામાં આવતુ હતું કે સિલ્વિયો બર્લુસ્કોનીનું આ સંબોધન ફેસસિના માટે હતું. સિલ્વિયો બર્લુસ્કોનીની ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચિત ફેસસિના ઈટાલીના નીચલા સદનના સભ્ય પણ હતા. તેઓ સિલ્વિયો બર્લુસ્કોની વિશાળ સામ્રાજ્યને હાલમાં તેમના 2 સંતાનો મેરિના અને પિયર સિલ્વિયો સંભાળશે.

બંને લાંબા સમયથી કારોબારનો હિસ્સો છે. હાલમાં બંનેની બર્લુસ્કોનીના કારોબારમાં 53 ટકાની ભાગીદારી છે. સિલ્વિયો બર્લુસ્કોનીએ પોતાની અપાર સંપત્તિમાંથી 100 મિલિયન યુરોની રકમ પોતાના ભાઈ પાઓલોને પણ આપી છે. ઇટાલીની રાજનીતિમાં 3 દશક સુધી છવાઈ રહેનારા સિલ્વિયો બર્લુસ્કોની દેશના સૌથી મોટા બિઝનેસમેનોમાંથી એક હતા. તેઓ રાજનેતા હોવા સિવાય, બિઝનેસમેન, મીડિયા મુગલ પણ હતા. સિલ્વિયો બર્લુસ્કોનીનું 12 જૂનના રોજ 86 વર્ષની ઉંમરમાં મોત થઈ ગયું હતું. તેમને લ્યૂકેમિયા ટેસ્ટ માટે મિલાનની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં જ તેમનું નિધન થઈ ગયું.

સિલ્વિયો બર્લુસ્કોનીના વકીલે તેમના 5 બાળકોની ઉપસ્થિતિમાં સિલ્વિયો બર્લુસ્કોનીની વરસાઈ વાંચી. આ વરસાઇ સિલ્વિયો બર્લુસ્કોનીએ લખ્યું હતું કે, હું ઉપલબ્ધ સ્ટૉક્સને પોતાના બાળકો વચ્ચે બરાબર વહેંચું છું, હું પોતાની આખી સંપત્તિ મેરિના, પિયર સિલ્વિયો, બારબરા એલિયોનોરા અને લૂઈગીને આપું છું. આ બધા લોકો બરાબરના હકદાર હશે. સિલ્વિયો બર્લુસ્કોની 3 વખત ઈટાલીના વડાપ્રધાન રહ્યા. જો કે, ટેક્સ ફ્રોડના એક કેસમાં દોષી સાબિત થયા બાદ તેમના પર રાજનીતિમાં બેન લગાવી દેવામાં આવ્યો. લ્યૂકેમિયાથી પીડિત થયા બાદ પણ સિલ્વિયો બર્લુસ્કોની સતત રાજનીતિમાં એક્ટિવ રહ્યા હતા. તેઓ દેશની હાલની દક્ષિણાપંથી સરકારના પણ સમર્થનમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp