ઇમરાન ખાન દોષી જાહેર, 5 વર્ષ નહીં લડી શકે ચૂંટણી, પોલીસે કરી ધરપકડ

PC: organiser.org

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઈમરાનની પાર્ટી PTIએ દાવો કર્યો છે કે, જમાન પાર્ક સ્થિત ઘરથી તેમની ધરપકડ કરી લીધી છે. કોર્ટના નિર્ણય બાદ ઈમરાનના રાજનૈતિક કરિયર પર સંકટ આવી ગયું છે. તેઓ આગામી 5 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. ઇસ્લામાબાદ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં માહોલ ગરમાઈ શકે છે.

એક રિપોર્ટ મુજબ, જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના આવાસ પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. જમાન પાર્ક રોડ પર વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. કોઈ પણ સભાની મંજૂરી નથી. પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવશે. આ અગાઉ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહતની માગ કરનારી ઈમરાન ખાનની અરજી કરી દીધી. PTI પ્રમુખ ઈમરાન પર તોશાખાનાથી પોતાની પાસે રાખેલા ઉપકરણોના વિવરણ જાણીજોઇને છુપાવવાનો આરોપ લાગ્યો હતો. ટ્રાયલ કોર્ટે આરોપ સાબિત થયા બાદ નિર્ણય સંભળાવ્યો.

આ અગાઉ ઇસ્લામાબાદ હાઇ કોર્ટ દ્વારા કેસમાં રાહત આપવાની ના પડ્યા બાદ ઇમરાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યાંથી પણ રાહત મળી નહોતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે ગયા વર્ષે 21 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનને તોશાખાના કેસમાં ખોટા નિવેદન અને ખોટી જાહેરાત કરવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. મેમાં ટ્રાયલ કોર્ટે કેસમાં PTI પ્રમુખને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટના નિર્ણય બાદ PTIએ નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, તે એકદમ શરમજનક અને ધ્રુણિત છે. કાયદાનું મજાક ઉડાવવામાં આવી રહ્યું છે. માત્ર એટલે કે ઈમરાન ખાનને અયોગ્ય ઠેરવવા અને જેલમાં નાખવાની ઈચ્છા છે.

PTIએ તોશાખાના કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજનો ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. પાર્ટીએ જજ હુમાયું દિવાલરના પક્ષપાતપૂર્ણ નિર્ણયને ફગાવી દીધો છે. નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર આપવાની વાત કરી છે. PTIનું કહેવું છે કે પક્ષપાતી અને નૈતિક રૂપે ભ્રષ્ટ ન્યાયાધીશોના હાથે ન્યાયની હત્યાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે તોશાખાના કેસે ન્યાય વ્યવસ્થાના માથા પર વધુ એક કાળો ડાઘ લગાવી દીધો છે. પક્ષપાતી જજ દ્વારા ઇતિહાસના સૌથી બેબુનિયાદ રીતે કેસ ચલાવવામાં આવે છે.

ટ્રાયલ કોર્ટના જજે પૂર્વગ્રહની પટ્ટી બાંધીને એક ખાસ એજન્ડા હેઠળ કેસના તથ્યો પર પટ્ટી બાંધી દીધી. સેશન કોર્ટનો નિર્ણય રાજનૈતિક બદલાનું સૌથી ખાસ ઉદાહરણ છે. એક ત્રુટિપૂર્ણ, હાસ્યાસ્પદ અને વિના યોગ્ય કાયદાકીય આધારવાળા નિર્ણયના માધ્યમથી ગણતંત્ર અને લોકતંત્ર પર શરમજનક આક્રમણ કર્યું છે. દેશ સૌથી લોકપ્રિય અને વિશ્વનિય રાજનીતિક નેતા વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર અને બદલાના પ્રયાસને દેશ ક્યારેય નહીં સ્વીકારે.

શું છે તોશાખાના કેસ?

પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી હસ્તીઓ દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાંસદો, નોકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલા ઉપહારો રાખવામાં આવે છે. ઈમરાન ખાન પર વડાપ્રધાન પદ પર રહેતા તોશાખાનમાં રાખવામાં આવેલી ગિફ્ટને ઓછામાં ઓછી કિંમતે ખરીદવા અને પછી તેને વેચીને લાભ કામવાનો આરોપ લાગ્યો હતો. ઈમરાન ખાનને વર્ષ 2018માં દેશના વડાપ્રધાન તરીકે યુરોપ અને ખાસ કરીને અરબ દેશોની યાત્રા દરમિયાન ખૂબ કિંમતી ભેટો મળી હતી.

ઘણી ગિફ્ટને ઇમરાને ડિક્લેર જ ન કરી, જ્યારે ઘણી ગિફ્ટને અસલના ખૂબ ઓછી કિંમતમાં ખરીદી લીધી અને બહાર જઈને મોટી કિંમત પર વેચી દીધી. પૂર્વ વડાપ્રધાને ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, રાજ્યના ખજાનાથી આ ગિફ્ટસને 2.15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને તેમને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયાનો નફો થયો આ ગિફ્ટ્સના એક Graff ઘડિયાળ, કફલિન્કનું એક જોડું, એક મોંઘી પેન, એક અંગૂઠી અને 4 રોલેક્સ ઘડિયાળો સહિત ઘણા અન્ય ઉપહાર પણ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp