દિલ્હીમાં મફત વીજળીની યોજના ખતમ થશે, LGએ સરકારને આપ્યો આ આદેશ

PC: indianexpress.com

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર(LG) વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને કહ્યું છે કે તેઓ વીજ વિભાગને નિર્દેશ આપે કે તેઓ શહેરમાં વીજળી સબસિડીની મર્યાદા અંગે Delhi Electricity Regulatory Commission (DERC)ની સલાહ મંત્રી પરિષદ સમક્ષ મુકે અને 15 દિવસમાં નિર્ણય લે.

લેફ્ટનન્ટ ગવર્નરે આ સુચના દિલ્હી સરકારને 'ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકો' સુધી પાવર સબસિડીને 'મર્યાદિત' રાખવા અંગે આપવામાં આવેલી DERCની વૈધાનિક સલાહ પર આપ્યો છે. આ પરામર્શને અભરાઇ પર ચઢાવી દેવામાં આવ્યો હતો.

LG  વી.કે, સક્સેનાના આદેશ પર પ્રતિક્રિયા આપતા દિલ્હી સરકારે કહ્યું કે ઉપરાજ્યપાલે ફરી એકવાર 'ગેરકાયદેસર' રીતે તેમના અધિકારક્ષેત્રની બહાર જઈને સુપ્રીમ કોર્ટની સુચના અને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

 LG સક્સેનાએ મુખ્ય સચિવ કુમારને વિદ્યુત વિભાગને મંત્રી પરિષદ સમક્ષ  DERCની સલાહ મૂકવા અને 15 દિવસમાં નિર્ણય લેવા સૂચના આપવા જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સક્સેનાની સૂચનાઓ પર આધારિત રિપોર્ટ કુમારે તૈયાર કર્યો હતો. તેમણે આ અહેવાલ વીજળી ઉત્પાદન કંપનીઓ (GENCOs) ને વીજળી વિતરણ કંપનીઓ (DISCOMs) દ્વારા બાકી ચૂકવણી ન કરવાની ફરિયાદોને જોતા કર્યા હતા.

આ રિપોર્ટ ડિસેમ્બર 2022માં LG અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવ્યો હતો. મુખ્ય સચિવે પોતાના રિપોર્ટમાં કહ્યું કે DERCએ 2020માં દિલ્હી સરકારને  માત્ર 3 અથવા5 કિલોવોટ વીજળી કનેકશન વાળા ગ્રાહકોને જ સબસીડી આપવાની સલાહ આપી હતી. આને કારણે રાજધાનીના લગભગ 95 ટકા ગ્રાહકો સબસીડીના દાયરામાંથી બહાર થતે અને સરકારને આને કારણે દર વર્ષે 316  કરોડ રૂપિયાની બચત થતે.

DERCએ સલાહ આપી હતી કે 5 કિલોવોટથી વધારે લોડ વાળા ગ્રાહકો નિશ્ચિત રીતે ગરીબ નહીં જ હોય અને તેમને સબસીડી ન આપવી જોઇએ. DERCની આ સલાહને જ્યારે નવેમ્બર 2022માં વિજળી વિભાગે સંબંધિત મંત્રી સામે રજૂ કરી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે આવતા વર્ષે મંત્રી પરિષદ સામે રાખીશું.

મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ, વિજળી વિભાગે 13 એપ્રિલ,2021માં ફરી તત્કાલીન વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈન સમક્ષ નોંધ મુકી હતી, પરંતુ યોજનાના પક્ષમાં આ સુચનાને નકારી દેવામાં આવી હતી.

મુખ્ય સચિવના અહેવાલમાં જણાવાયું છે કે ઉર્જા વિભાગ લેફ્ટનન્ટ ગવર્નરની વિચારણા માટે DERCની વૈધાનિક સલાહ મૂકવામાં નિષ્ફળ ગયો, પરંતુ તેને વિચારણા માટે કેબિનેટ સમક્ષ પણ મૂક્યો નહીં. અહેવાલ મુજબ, હાલની સબસિડી યોજનાને આગળ વધારતા પહેલા નાણાં વિભાગની મંજૂરી પણ લેવામાં આવી ન હતી.

આ રિપોર્ટને આધાર પર LGએ મુખ્ય સચિવને કહ્યું કે, તત્કાલીન વિજળી મંત્રી દ્રારા કાર્ય સંચાલન નિયમોમાં કથિત ચૂક થવા વિશે મુખ્યમંત્રીને માહિતગાર કરો અને અનુરોધ કરો કે તેઓ મંત્રી પરિષદના સભ્યોને તેમની જોગવાઇઓને પ્રમાણિકતાથી પાલન કરવાની સુચના આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp