ગંભીર- સાચી સ્વતંત્રતા ત્યારે હશે, જ્યારે આપણે મહિલાઓનું સન્માન કરીશું, લોકોએ...

PC: circleofcricket.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑપનર અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ગૌતમ ગંભીરે દેશવાસીઓને ખાસ અંદાજમાં 77માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી હતી. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર ઘરે તિરંગો ફરકાવવાનો વીડિયો શેર કર્યો હતો. તેમણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પ્રેમની તો ખબર નહીં, પરંતુ જે તમારી સાથે છે તે કોઈ સાથે નથી! જય હિન્દ.’ ગૌતમ ગંભીરે #IndependenceDay હેઝટેગનો ઉપયોગ કર્યો.

ગૌતમ ગંભીરે આગામી દિવસે એટલે કે 16 ઑગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં એક મહિલા રાત્રે સૂમસામ રોડ પર ઊભી છે. તેના કેપ્શનમાં ગંભીરે લખ્યું કે, ‘હવે જ્યારે સ્વતંત્રતા દિવસ સમાપ્ત થઈ ગયો છે.. સાચી સ્વતંત્રતા ત્યારે હશે, જ્યારે આપણે બહેન, માતાઓ અને દીકરીઓનું સન્માન કરવાનું શરૂ કરીશું! આવો તેમને સુરક્ષિત અનુભવ કરાવીએ! જય હિન્દ!’ ગૌતમ ગંભીરની આ પોસ્ટ ટ્વીટર પર વાયરલ થઈ ગઈ છે.

કેટલાક લોકોએ તેમના વિચારો સાથે સહમતી દર્શાવી છે, જ્યારે ઘણા લોકોએ તેમની આ ટ્વીટ પર તેમને આડે હાથ લીધા છે. @Arun_Kaku05 નામના યુઝરે લખ્યું કે, ‘તો ચાલો મણિપુર જઈએ.’ એક યુઝરે લખ્યું કે, જેમ તમે લોકોએ પહેલવાનોને અનુભવ કરાવ્યો. આ જ છે. @asheemp નામના યુઝરે સવાલ પૂછ્યો કે, તો શું તમે ભાજપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો છે?’ બિન્દાસ લડકી નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, દુઃખની વાત છે તમે મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર પર મૌન રહ્યા, વૃજભૂષણ પર ચૂપ રહ્યા અને અહીં ટ્વીટ કેવી રીતે કરી રહ્યા છો.

આપકા મનોજ નામના યુઝરે લખ્યું કે, સાચે સંસદમાં તેમની બાજુમાં બેસો છો. પાઉલ નામના યુઝરે લખ્યું કે, વૃજભૂષણ, કુલદીપ સેંગર, રામરહીમ, સંદીપ સિંહને સખત સજા અપાવી દો. ગલીના ટપોરી પોતે જ સારા થઈ જશે. એક યુઝરે લખ્યું કે, આ વાત વૃજભૂષમ કુલદીપ સેંગર, ચિન્મયાનંદ, એમ.જે. અકબર, સાક્ષી મહારાજ, અજય સિંહ બિષ્ટની પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિ કહી રહ્યા છે. આ એ પાર્ટીથી છે જેણે હાથરસ, ઉન્નાવ, બિલકિસ બાનો, કઠુઆ, મણિપુર અને અન્ય ઘણા બળાત્કારની ઘટનાઓના આરોપીઓને બચાવ્યા.

સંતોષ નામના યુઝરે લખ્યું કે, તમે પોતે સરકારમાં છો, જે પણ કરવાનું હોય કે બદલવાનું હોય તમારા હાથમાં છે. ગૌતમજી તમે જે પાર્ટીને રિપ્રેઝન્ટ કરો છો એ પાર્ટીમાં સૌથી મોટા રેપિસ્ટ છે, તડીપાર છે. તમે સરકારના નુમાઇન્દા છો, તમે શું કર્યું એ બતાવો, શું તમે રેપિસ્ટનો વિરોધ કરો છો તો ભાજપમાં? એ સિવાય હજુ પણ ઘણા લોકોએ ટ્વીટ કરીને ગૌતમ ગંભીરને આડે હાથ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp